'ડિવોર્સ સેલિબ્રેશન'નો ટ્રેન્ડ વધ્યો, ચાણસ્માના યુવાને છૂટાછેડાની કાંઈક આવી રીતે કરી અનોખી ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-06-29 21:13:16

હિંદુ ધર્મમાં લગ્નને સાત જન્મોનું બંધન કહેવામાં આવે છે. સ્રી અને પુરૂષ આ પવિત્ર સંબંધમાં બંધાઈને સાત જન્મ સુધી સાથ નિભાવવાનો કોલ આપે છે.  જો કે આજના જમાનામાં આ પવિત્ર સંબંધ તુટી રહ્યા છે. સમાજમાં છુટાછેડાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દેશ અને રાજ્યની કોર્ટોમાં છુટાછેડાના કેસોની ભરમાર છે. ઘણીવાર જો કોઈ કપલના છુટાછેડા મંજુર થાય તો છુટા પડતા યુવક અને યુવતી તેની ઉજવણી કરતા જોવા મળે છે. આજના સમયમાં છુટાછેડાની ઉજવણી એક ફેશન બની ગઈ છે. પાટણ જિલ્લાના ચાણસ્માના યુવાનને છૂટાછેડા મળતા તેણે તેની અનોખી રીતે ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ એક મહિલાએ પણ ચેન્નાઈમાં ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું હતું, તેના ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા.


ચાણસ્માના યુવાને છૂટાછેડાની કરી ઉજવણી 


પાટણ જિલ્લાના ચાણસ્માના વિપુલકુમાર રમેશભાઈ રાવળે છૂટાછેડાની ઉજવણી કરી હતી. વિપુલકુમાર  રાવળે તેમના છૂટાછેડાની ઉજવણી ડીજે પાર્ટી કરીને નહીં પણ થોડી અલગ રીતે કરી હતી. છૂટાછેડા થયા બાદ દુ:ખી થવાની જગ્યાએ મોજમાં આવીને વિપુલ કુમાર રમેશભાઈ રાવળે પાંજરાપોળમાં 750 રૂપિયાનું દાન કર્યું હતું. આટલું જ નહીં પણ તેમણે તેમના આ દાનની પાવતી પણ બનાવી હતી. આજકાલ આ પાવતી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અત્યારે ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પાવતીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. 


શું લખ્યું છે દાન પાવતીમાં?


વિપુલ કુમાર  રાવળની આ પાવતીનો ફોટો જોઈએ તો તેમણે જે ટ્રસ્ટમાં દાન આપ્યું છે તેનું નામ લખવામાં આવ્યું છે. ચાણસ્મા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટમાં વિપુલભાઈ રમેશભાઈ રાવળે જીવદયા ખાતે દાન આપ્યું છે. તેમણે નામની નીચે શા માટે દાન આપ્યું તેનું કારણ આુપ્યું છે. છૂટા કર્યાની ખુશીમાં જીવદયા ખાતે દાન આપી રહ્યો છું. આમ કરીને તેમણે સાતસો પચાસ રૂપિયાનું દાન આપ્યું છે. છૂટાછેડાનો હરખ વ્યક્ત કરવાની વિપુલભાઈની રીત ખૂબ વાયરલ થઈ રહી છે. 


મહિલાએ કરાવ્યું હતું ડિવોર્સ ફોટોશૂટ


અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ એક મહિલા પણ ડિવોર્સ ફોટોશૂટ કરાવ્યું હતું. ચેન્નાઈમાં રહેતી શાલિની નામની મહિલાએ તેનું 'છૂટાછેડાનું ફોટોશૂટ' કરાવ્યું છે. એટલું જ નહીં શાલિનીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના 'છૂટાછેડા ફોટોશૂટ'નો ફોટો શેર કર્યા હતા. પતિથી અલગ થયા પછી, તેણે હતાશ થવાને બદલે તેને સકારાત્મક રીતે અપનાવ્યું અને લાલ ડ્રેસમાં સજ્જ બનીને સુંદર સ્ટાઈલમાં 'ડિવોર્સ સેલિબ્રેશન ફોટોશૂટ'  કરાવ્યું હતું.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?