ગુજરાતના લોકપ્રિય પર્યટન સ્થળ દીવમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો રહેતો હોય છે. જો કે સ્થાનિક તંત્રએ મહત્વનો નિર્ણય લેતા દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચોમાસા દરમિયાન દીવનો દરિયો ખૂબ જ તોફાની બને છે. દરિયામાં કરંટનું પ્રમાણ વધતા ઉંચા મોજા ઉછળે છે. આ સ્થિતીમાં મુસાફરોની જિંદગી પર ખતરો રહે છે. લોકોના જીવને ખતરો ન રહે તે માટે આ આદેશ કરાયો છે.
3 થી 4 મહિના બીચ બંધ રહેશે
દીવના વહીવટી તંત્રએ તમામ બીચ પર ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવ્યો છે.દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્રણ મહિના માટે બીચ બંધ કરાયા છે. દીવના તમામ બીચ 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી બંધ કરાયા છે. સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દીવના નાગવા, બ્લુ ફ્લેગ અને ઘોઘલા બીચ બંધ કરાયા છે. ચોમાસામાં દરિયામાં કરન્ટ હોવાના કારણે 3 થી 4 મહિના તમામ બીચ બંધ રહેશે.
દીવ જવાનો વિચાર માંડી વાળજો
દીવ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ વિચાર માંડી વાળજો. દીવના તમામ બીચ પર હરવા-ફરવા પર ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં હવે ચોમાસાની મોસમ આવી ગઈ છે. આ દિવસોમાં દરિયો ખૂબ જ તોફાની બને છે. દરિયામાં કરંટનું પ્રમાણ વધતા મોજા ઉછળે છે. આવામાં મુસાફરોની જિંદગી પર ખતરો રહે છે. લોકોના જીવને ખતરો ન રહે તો માટે આ આદેશ કરાયો છે.