વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. અનેક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ફરી એક વખત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા ચેતન રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. વંથલી નગરપાલિકા ઉપપ્રમુખ પ્રશાંત વાજા સામે અવિશ્વાસ દાખલ કરવામાં આવ્યો હતો. આમ થવાથી જૂનાગઢ કોંગ્રેસમાંથી જૂથવાદ બહાર આવ્યો છે.
કોંગ્રેસને નેતાઓ કહી રહ્યા અલવિદા
ચૂંટણી નજીક આવતા જ્યાં કોંગ્રેસે એકજૂટ થવાની જરૂર છે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે તો બીજી તરફ ભાજપ પોતાના સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યું છે. આંતરિક વિવાદને કારણે કોંગ્રેસને હમેશાં મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે, ત્યારે આ વખતે પણ આને કારણે કોંગ્રેસને નુક્શાન ખઈ શકે છે.