કોર્પોરેટ જગતમાં વિવાદોની વાત કરવામાં આવે, તો રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચેનો વિવાદ સૌથી મોટો માનવામાં આવે છે
તેમના વચ્ચે વર્ષોથી વિચારો અને અન્ય કારણોસર વિવાદ ચાલતો હતો
ભારતીય ઉધોગ જગતનો વધુ એક ચમકતો તારો ખરી ગયો છે. તા.4 ના રોજ ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી (Cyrus Mistry)નું માર્ગ અકસ્માતના કારણે નિધન થયું છે. આ માર્ગ અકસ્માત મુંબઈ નજીક પાલઘરમાં થયો હતો. અકસ્માત બાદ મિસ્ત્રીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અકસ્માત સમયે સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ તરફ આવી રહ્યા હતા. કોર્પોરેટ જગતના અનેક લોકોએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. કોર્પોરેટ જગતમાં વિવાદોની વાત કરવામાં આવે, તો રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચેનો વિવાદ સૌથી મોટો માનવામાં આવે છે.
આંતરિક ઝગડાને સૌથી મોટો વિવાદ કેમ માનવામાં આવે છે ?
તેમના વચ્ચે વર્ષોથી વિચારો અને અન્ય કારણોસર વિવાદ ચાલતો હતો. તેમના વચ્ચેના આંતરિક ઝગડાને સૌથી મોટો વિવાદ માનવામાં આવે છે. લાખ પ્રયત્નો પછી પણ તેમના વચ્ચે સુલહ થઈ ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને પક્ષ વચ્ચે તકરાર એ વાત લઈને હતો કે ટાટા ગ્રુપ ચૂંટણી માટે ફંડ કેવી રીતે આપે, ક્યાં અને કેવા પ્રોજેકટમાં પૈસાનું રોકાણ કરે વગેરે જેવા મુદ્દા પર મતભેદ અને વિવાદ હતા. આ ઝગડાઓ એટલા વધ્યા હતા કે વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો.
સાયરસ મિસ્ત્રી 2012માં બન્યા હતા ટાટાના ચેરમેન
સાયરસ મિસ્ત્રી 2012માં ટાટા સન્સ ગ્રુપના ચેરમેન બન્યા હતા. તેમને રતન ટાટાને હટાવી આ પદ પર બેસાડવામાં આવ્યા હતા. પણ 2016માં તેમને અચાનક આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જે બાદ ટાટા ગ્રુપ સાથે તેમના મતભેદ અને અંતર વધવા લાગ્યુ. ટાટા ગ્રુપે તેમને તેમના હકવાળા SP ગ્રુપના શેર ખરીદીને, તેને ટાટા સન્સ ગ્રુપમાં મેળવી દેવાની ઓફર કરી હતી. પણ મિસ્ત્રી પરિવારે તેનો સ્વીકાર કર્યો ન હતો. આ કેસ કોર્ટમાં ગયો, જેમાં જીત રતના ટાટાની થઈ હતી.
મોટો પરિવાર, મોટો વિવાદ
ડોનેશનના મુદ્દો પર પણ વિવાદ થયો હતો. મોટા કોર્પોરેટ ગૃહો રાજકીય દાન આપે છે અને આ શરૂઆતથી જ એક રિવાજ છે. ટાટા સન્સનું પણ એવું જ છે. મિસ્ત્રી અને રતન ટાટા વચ્ચે ઓડિશામાં ડોનેશનના કેસને લઈને અણબનાવ થયો હતો. સાયરસ મિસ્ત્રીના નજીકના સહયોગીએ 2014ની ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં 10 કરોડ રૂપિયાનું દાન આપવાનો અભિપ્રાય આપ્યો હતો. મિસ્ત્રી કેમ્પનું માનવું હતું કે, ઓડિશામાં ઘણું લોખંડ છે જેનો લાભ લઈ શકાય છે. પરંતુ રતન ટાટાનું બોર્ડ આ અભિપ્રાયની વિરુદ્ધ ગયું અને પોતાનો મુદ્દો રાખ્યો.
ટાટા-વેલસ્પન ડીલનો મામલો
ટાટા વેલસ્પન ડીલ મામલે પણ વિવાદ થયો હતો. ટાટા વેલસ્પન ડીલ સાયરસ મિસ્ત્રીએ કરી હોવાનું કહેવાય છે, પરંતુ આ માહિતી ટાટા સન્સના બોર્ડને આપવામાં આવી ન હતી. ટાટા સન્સના બોર્ડે તેને કોર્પોરેટ નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું . કારણ કે આ સોદો એટલો મોટો હતો કે બોર્ડને જાણ કર્યા વિના તેને આગળ વધારી શકાતો ન હતો. પરંતુ સાયરસ મિસ્ત્રીએ એવું ન કર્યું. આ બાબતે પણ સાયરસ મિસ્ત્રી અને રતન ટાટા વચ્ચે અંતર વધી ગયું હતું.
અમેરિકન ફાસ્ટ ફૂડ કંપની વિવાદ
ટાટા કંપનીનું અમેરિકન ફાસ્ટ ફૂડ કંપની લિટલ સીઝર્સ સાથેના જોડાણ પર પણ વિવાદ થયો હતો. સાયરસ મિસ્ત્રીની આગેવાની હેઠળના બોર્ડે અમેરિકન ફાસ્ટ ફૂડ કંપની સાથે જોડાણ કરવાની યોજના બનાવી હતી, પરંતુ આ મામલો ટાટા સન્સના બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યો ન હતો. ટાટા સન્સે કહ્યું કે, તેની અન્ય કોઈ પણ કંપની આવા પ્રકારનો નિર્ણય લઈ શકે છે. ટાટા સન્સે એમ પણ કહ્યું હતું કે, આટલા અંતરને કારણે કંપનીની ઈમેજ ખરાબ થઈ રહી છે. મિસ્ત્રીના સહયોગીઓએ દલીલ કરી હતી કે, ટાટા ગ્રુપ પહેલેથી જ કોફી ચેઇન સ્ટારબક્સ સાથે જોડાઈ ચૂક્યું હોવાથી, ફાસ્ટ ફૂડ કંપની સાથેના બિઝનેસ સોદામાં કંઈ ખોટું નથી.
સાયરસ મિસ્ત્રી અને રતન ટાટા વચ્ચેનો એ વિવાદ જેણે કોર્પોરેટ જગતને હચમચાવી નાખ્યું હતું
રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. ડિસેમ્બર 2012માં રતન ટાટાએ તેમને ટાટા ગ્રુપના ચેરમેન બનાવ્યા હતા. જોકે ચાર વર્ષ બાદ 2016માં તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમને અચાનક પદ પરથી હટાવવાના કારણે તેઓ કોર્ટમાં પણ ગયા હતા અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ગયા હતા જ્યાં ચુકાદો તેમના પક્ષમાં આવ્યો હતો. જો કે આ નિર્ણય બાદ રતન ટાટાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.