ભાજપ પોતાનો પ્રચાર કરવા ગુજરાત ગૌરવ યાત્રા કરી રહી છે. યાત્રાનું આયોજન કરી પોતાની સરકારે કામ લોકો સુધી પહોંચાડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આ યાત્રા ફરી રહી છે. ત્યારે બનાસકાંઠાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાજપના કાર્યકરતા ગૌ માતા સહાયના બેવરો હટાવી ગૌરવ યાત્રાના પોસ્ટર લગાવતા નજરે પડી રહ્યા છે. ભાભરમાં ગૌમાતા સહાયના બેનરો હટાવાતા વિવાદ સર્જાયો હતો. આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી.
ગૌ ભક્તોમાં વ્યાપી ઉઠ્યો રોષ
વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતા રહે છે ત્યારે બનાસકાંઠાના ભાભરથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેને ગુજરાતની રાજનીતિ ગરમાવી દીધી છે. સર્કલ પર ગૌમાતા સહાય માટે બેનર લાગ્યા હતા. ભાજપના કાર્યકરો તેને ઉતારી ગૌરવ યાત્રાના પોસ્ટર લગાવી રહ્યા હતા. આ વાતનો વિરોધ કરવા જતા ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટના આપના કાર્યકરોએ કેમેરામાં કેદ કરી હતી. વીડિયો ઉતારતા તેમનો મોબાઈલ બંધ કરાવી દીધો હતો. ગૌ માતા સહાયના બેનરો હટાવી દેવાતા ગૌ ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.