ભાજપમાં નારાજગી, સાંસદના ભાઈ અપક્ષમાં નોંધાવશે ઉમેદવારી


  • Published By :
  • Published Date : 2022-11-16 19:20:34

મહેસાણાના ખેરાલુમાં ભાજપએ ઉમેદવાર જાહેર કર્યા છે ખેરાલુ વિધાનસભા પરથી ભાજપે સરદાર ભાઇ ચોધરીનું નામ જાહેર કરતાની સાથે જ નારાજગી જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવાર જાહેર થતાં જ ભાજપમાં ભડકો સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ઠાકોર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.જેને લઈને ખેરાલુમાં રાજકારણ ગરમાયું છે

 

હાઇકમાંડના કહેવાથી ભરતસિહ લોકસભામાં ગયા હતા

વર્ષોથી ભરતસિહ ડાભીનો પરિવાર સ્થાનિક લેવલે રાજકારણમાં અગ્રેસર રહ્યો છે. ભરતસિહના પિતા શંકરજી ઓખાજી ઠાકોર વર્ષોથી ખેરાલુમાં રાજકારણથી જોડાયેલા છે. 2017માં ખેરાલુથી ભાજપમાંથી ચુંટણી લડ્યા હતા ભરતસિહ અને બહુમતીથી જીત્યા પણ હતા પરંતુ તેઓએ પાટણથી 2019માં અલ્પેશ ઠાકોર સામે લોકસભાની ચુંટણી લડી હતી અને તેઓ જીત્યા હતા.ત્યારબાદ 2019માં ખેરાલુમાં પેટા ચુંટણી થઈ હતી અને ફરી એકવાર ભાજપે બાજી મારી હતી

 

કોને મળી ટિકિટ

માણસાથી જયંતિ પટેલ, ગરબાડાથી મહેંદ્ર ભાભોર અને ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ મળી છે. વડોદરાની માંજલપુર બેઠકનું કોકડું હજુ ઉકેલાયું નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.