AAPના ધારાસભ્ય Chaitar Vasava હવે ભાજપમાં જોડાશે અને ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-01 13:46:17

આમ આદમી પાર્ટીમાંથી ડેડીયાપાડાથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ખુબ જ ચર્ચામાં છે. તેમના પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા સહિતના ઘણા આરોપો લાગ્યા હતા. પછી તે જેલમાં ગયા અને હવે તેમને જામીન મળી ગયા છે. અને તે જેલની બહાર આવી ગયા છે.  આ આદિવાસી ચહેરો આદિવાસી વિસ્તારોમાં ખુબ જ લોકપ્રિય થઇ રહ્યો છે. આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે. તેમાં ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે અને આમ આદમી પાર્ટીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવવાનો નિર્ણય પણ લીધો છે. તો બધાની વચ્ચે એવા સમાચાર વહેતા થયા હતા કે ચૈતર વસાવા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. 


મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે    

જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. અને ભરૂચની લોકસભા સીટ પર સૌ કોઈ લોકોની નજર છે. આમ આદમી પાર્ટીએ તો જાહેર કરી દીધું છે કે ચૈતર વસાવા આપમાંથી ચૂંટણી લડશે પણ ભાજપ અને કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. આ બેઠક પર વર્ષોથી ભાજપના મનસુખ વસાવા જીતે છે પણ આ વખતે એવી પણ ચર્ચા છે કે ભાજપ મનસુખ વસાવાને ટિકિટ નહિ આપે તો સ્વભાવિક છે કે એ વિસ્તારમાં હાલ ટ્રેંડમાં ચાલી રહ્યા છે આદિવાસી નેતા ચૈતર વસાવા....જો ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો ભાજપમાંથી ચૈતર ભાઈને ટિકિટ મળશે તેવી વાતો પણ થઇ રહી છે. 


ભાઈ-બહેન આવી શકે છે આમને સામને!

ભરૂચ સીટ પરથી કોંગ્રેસમાં પણ ભાઈ બહેન આમને સામને આવે તેવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ અને અહેમદ પટેલના દીકરાએ પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. એટલે જ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ બહેન આમને સામને આવી શકે છે. 


શું ચૈતર વસાવા કરશે કેસરિયો ધારણ?

હાલ તો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે. જ્યાં મોટી સંખ્યામાં તેમની સાથે આપના કાર્યકરો અને હોદ્દેદાર જોડાયા હતા. અને ચૈતર વસાવાના સમર્થકો પણ મોટી સંખ્યામાં દેખાયા હતા. આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં એક જ મોટો નેતા બચ્યો હોય એમ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સવારથી જ ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા જેલ ખાતે પહોંચી ગયા હતા. તો હવે જોવાનું એ રહ્યું છે કે ચૈતર વસાવા આપનો સાથ છોડી વોશિંગ મશીનમાં ચોખ્ખા થવા જશે કે નહિ



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?