Loksabhaમાં શરૂ થઈ No Confidence Motion પર ચર્ચા, મણિપુર મુદ્દે PM Modiને પૂછ્યા આ સવાલ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-08 12:52:25

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈ ચર્ચા ચાલી રહી છે. મણિપુર હિંસામાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. બપોરે 12 વાગ્યાથી લોકસભામાં આ મામલે ચર્ચા શરૂ થઈ હતી. પહેલા એવી માહિતી સામે આવી હતી કે આ ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધી કરવાના છે. પરંતુ ચર્ચાની શરૂઆત ગૌરવ ગોગોઈએ કરી હતી. ગૌરવ ગોગોઈએ કહ્યું કે પીએમ મોદીએ સંસદમાં ન બોલવાનું મૌન વ્રત ધારણ કર્યું છે. જેને લઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. પીએમ મોદીને ત્રણ સવાલ તેમણે પૂછ્યા હતા.

  

મણિપુરમાં ડબલ એન્જિનની સરકાર ફેલ ગઈ છે - ગૌરવ ગોગોઈ

અનેક મહિનાઓથી મણિપુર હિંસાની આગમાં બળી રહ્યું છે. અનેક લોકોના જીવ જતા રહ્યા છે. મણિપુરમાં થતી હિંસા પર પીએમ મોદી તેમજ સરકાર દ્વારા મૌન સેવવામાં આવ્યું છે. પીએમ મોદી દ્વારા આ મામલે કોઈ એક્શન લીધા નથી. સંસદની શરૂઆત પહેલા પીએમ મોદીએ મહિલાઓના વાયરલ થયેલા વીડિયો અંગે નિવેદન આપ્યું હતું. એ પણ માત્ર સેકેન્ડોનું હતું. તે બાદ મણિપુર મુદ્દે પીએમ મોદી દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. ત્યારે આ મામલે સંસદમાં અનેક વખત હોબાળો થયો છે. આ મામલે અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં લાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. ગૌરવ ગોગોઈએ કહ્યું કે પીએમ મોદીએ સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિનની સરકાર મણિપુરમાં ફેલ થઈ છે. જેને કારણે 150 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.. 


પીએમ મોદીને પૂછ્યા ત્રણ સવાલ!

મણિપુર મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહી છે. પીએમ મોદીને ત્રણ સવાલ પૂછવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન - શા માટે પીએમ મોદીએ મણિપુરની મુલાકાત આજ સુધી નથી લીધી? મણિપુર મુદ્દે બોલવામાં પીએમ મોદીએ કેમ 80 દિવસ થયા, જ્યારે બોલ્યા તો માત્ર 30 સેકેન્ડ જ બોલ્યા? પીએમ મોદીએ મણિપુરના મુખ્યમંત્રીને કેમ પદ ઉપરથી હટાવ્યા નહીં?       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?