ગુજરાતમાં આ વર્ષ 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે અને આ વરસાદને કારણે ખેતને નુકશાનની સમસ્યા સામે આવી છે. અને કાલે પડેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે હવામાન વિભાગની આગાહીના પગલે મહીસાગર જીલ્લામાં ભારે વરસાદ વરસતા ખેતરોમાં રહેલ ઉભા પાકમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતોના તૈયાર થયેલા પાકને ભારે નુકશાન થયું છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે.
મહીસાગરમાં કાલે રાતે ગાજવીજ સાથે વરસાદ પડ્યો જેના કારણે પાકમાં ભારે નુકશાન થયું અને તમામ પાક નષ્ટ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહીસાગર જીલ્લાનાં લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, વીરપુર, સહીત બાલાસિનોરમા ગત સમી સાંજે ભારે પવન અને ગાજ વિજ સાથે ભારે વરસાદ વરસતા ખેડૂતોનાં તૈયાર થયેલા ઉભા પાકમા ઘૂટણસમા પાણી ભરાતા ખેડુતોનો પાક નિષ્ફળ જવાના આરે છે.
ખેડૂતોએ માંગી સહાય !!!
ઊભા પાકમાં વરસાદના પાણી ભરાઈ જતાં ખેડૂતોની મેહનત પાણીમાં ફરીવડ્યું છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે. લુણાવાડા તાલુકા વિસ્તારના ગધનપુર ગામે 200 થી ઉપરાંત એકર જમીનમાં ડાંગરના પાક નું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય પહેલા પાક માં જીવતો પડી જવાથી 50 ટકા થી ઉપરાંત પાક નષ્ટ થઇ ગયો હતો અને બચેલા ઉભા પાક માં ગત રોજ વરસાદ વરસતા ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા થઇ તમામ પાક નિષ્ફળ જવાના આરે આવી ગયો છે.