દ્વારકામાં આફતની મુસાફરી, ક્યારે જાગશે સત્તાધીશો


  • Published By :
  • Published Date : 2022-10-31 18:15:53

આફતની સવારી

મોરબીની ઘટના પરથી કોણ લેશે શીખ? દ્વારકામાં ફેરી બોટ સર્વિસનો વિડિઓ વાયરલ થયો છે.તંત્રના નિયમનું ઉલ્લંઘન કરીને ફેરીબોટ સર્વિસમાં ઓવરલોડ યાત્રિકોને બેસાડવામાં આવ્યા છે. દરિયામાં ચાલતી આ બોટ ખરેખર આફતની સવારી છે. જેને રોકવી ખુબ જ જરૂરી છે કારણ કે દુર્ઘટના થાય પછી તો આપડું તંત્ર માત્ર વેદનાઓ જ ઠાલવતું હોય છે.ઉઠ્યા ત્યારથી સવારની જેમ હવે આપડી સિસ્ટમ જાગે તો આવી દુર્ઘટનાઓથી માસૂમોનાં જીવ નહિ જાય

 


મોરબીમાં બનેલી દર્દનાક ઘટના બાદ દ્વારકા વહીવટી તંત્ર ક્યારે જાગશે?

આ દ્રશ્ય પોતે જ ઘણુ બધું કહી જાય છે.તંત્રના નિયમનું ઉલ્લંઘન કરીને દ્વારકામાં બોટ સર્વિસમાં ઓવરલોડ યાત્રિકોને બેસાડવામાં આવ્યા જે ચિંતાનો વિષય બન્યો છે. બોટમાં લાઇફ જેકેટ વિના મુસાફરી કરતાં યાત્રિકો નજરે પડયા હતા.ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટના દ્રશ્યો સામે આવતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.દિવાળીના તહેવારમાં ફરવાના શોખીન ગુજરાતીઓ અનેક ધાર્મિક સ્થળોએ પણ ઉમટી પડ્યા છે એ આમ તો સારી વાત છે પરંતુ ચિંતા એ વાતની છે કે આ ભીડમાં ભારે જોખમ ઉભુ થઈ ગયું છે. હજી તો  મોરબીની ઘટનાના મૃતકોનો આંકડો વધી જ રહ્યો છે  ત્યારે દ્વારકામાં પણ ફેરી બોટમાં ભારે ભીડમાં જઈ રહેલા લોકો નજરે પડી રહ્યા છે. દ્વારકાની જ વાત કરીએ તો ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસમાં જીવના જોખમે લોકો મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

 

અમદાવાદનું તંત્ર તો જાગ્યું દ્વારકાના અધિકારીઓ ક્યારે જાગશે?

અમદાવાદીઓનું આકર્ષણ બનેલા અટલ બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે AMCએ નિર્ણય લીધો છે. ફરમાન પ્રમાણે અટલ બ્રિજ પર દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યા છે.અમદાવાદનું AMC "દેર આયે દૂરુસ્ત આયે" જાગ્યું તો છે પણ હવે જોવાનું એ રહેશે કે દ્વારકાની આ આફતની સવારી ક્યારે બંધ થશે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?