ચુંટણી નજીક આવે છે તેમ રોજ રાજનીતિમાં કઈક ભૂકંપ આવે છે ભારતીય
ટ્રાઈબલ પાર્ટીમાં એક સાથે 3 જેટલા મોટા નેતાઓએ રાજીનામાં આપી દીધા છે અને રાજીનામું
આપ્યા બાદ ક્યાંક ગાયબ થઈ ગયા હતા. અને હવે તમામ નેતાઓ દિલ્હીમાં કેજરીવાલના ઘરે જઈ
આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હોવાની તસવીર સામે આવી છે.
BTPના ગઢમાં ગાબડું પડ્યું..
નર્મદા તાલુકામાં BTPની બે સીટો છે, એક ઝઘડિયા અને એક ડેડિયાપાડા. મહેશ વસાવાએ ડોડીયાપાડા મહેશ વસાવાએ ડેડિયાપાડા
સીટ પરથી ચેતન વસાવાને લડાવવાનું કમિટમેન્ટ આપ્યું હતું અને પોતે ઝઘડિયાની સીટ
પરથી ચૂંટણી લડવાના હતા. જોકે છોટુ વસાવાના અન્ય પુત્ર દિલિપ વસાવા પણ ચૂંટણી લડવા
ઈચ્છતા હોઈ તેઓ ડેડિયાપાડાની સીટ પરથી આ વખતે લડે તેમ હતા. એવામાં પોતાને બેઠક
મળવાનું મુશ્કેલ લાગતા ચેતન વસાવાએ પાર્ટીને છોડી દીધી હતી.
સોશિયલ ના નર્મદા પ્રમુખ મીડિયાથી રાજીનામું ધરી દીધું
BTPના નર્મદા પ્રમુખ ચેતર વસાવા, ડેડીયાપાડા તાલુકા
પ્રમુખ દેવેન્દ્ર વસાવા તથા તાલુક પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવાએ પણ પોતાના
હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.અને તમામ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી
છે. અને તમામ આપમાં જોડાય એવી શક્યતા છે .....
ચેતન વસાવા BTP માટે મહત્વના નેતા હતા ?
ચેતન વસાવા ભારતીય ટ્રાઈબલ પાર્ટી ખૂબ મહત્વના નેતા હતા. હાલમાં જ તેમણે બિરસામુંડાની મૂર્તિનો મુદ્દો,
આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રનો મુદ્દો સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. અને તેમણે આદિવાસી સમાજમાં લોકપ્રિય નેતા રહ્યા છે. હવે જો
એ આપમાં જોડાય તો BTPને નુકશાન થશે