ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓના જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. એક વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદીની માતા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. જે બાદ ગુજરાતમાં વિવાદ સર્જાયો હતો. ત્યારે ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં આવી ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર આવ્યા છે. જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ ભાજપને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે મોદીના માતા 100 વર્ષના છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા પણ નથી ત્યારે આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી.
ભૂપેશ બઘેલે હીરા બા પર થયેલી ટિપ્પણીને વખોડી
ગુજરાતમાં કોંગ્રસ સક્રિય થઈ ચૂંટણી પ્રચાર નથી કરી રહી. કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિવાદ અનેક વખત સામે આવી ચૂક્યો છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસની વિચારધારામાં મતભેદ જોવા મળ્યો છે. ગોપાલ ઈટાલિયાના વિવાદિત વીડિયો પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે પરંતુ આમાં પણ મતભેદ જોવા મળ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદનમાં ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં વાત કરી છે જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ વાતને વખોડી છે. તેમણે કહ્યું કે મોદીના માતા 100 વર્ષના છે અને રાજકારણ સાથે કોઈ લેવાદેવા પણ નથી ત્યારે આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથી.
કોંગ્રેસના નેતાઓથી જ કોંગ્રસને થઈ રહ્યું છે નુકશાન
એવું માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસને તોડવામાં આવી રહી છે. પરંતુ મુખ્ય વાત એ છે કોંગ્રેસને માત્ર કોંગ્રેસ જ ખતમ કરી રહી છે. કોંગ્રેસના એક નેતા આ દિશામાં જાય છે તો બીજા નેતા બીજી દિશામાં જાય છે. જેને કારણે કોંગ્રેસની વિચારધારા અને નેતૃત્વ પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓને કારણે જ કોંગ્રેસને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.