ભાષણની અસહમતિ હુમલા સુધી પહોંચી?કેમ Shantikar Vasavaના સમર્થનમાં યુવાનો ભેગા થયા? જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-18 12:11:04

નર્મદા જિલ્લાનું કારણ હંમેશા ચર્ચામાં રહ્યું છે. વસાવા Vs વસાવાનો જંગ ત્યાં અનેક વખત દેખાતો હોય છે. ત્યારે ફરી એખ વખત આ જંગ દેખાયો છે પરંતુ આ વખતે ફરક એ છે કે ચૈતર વસાવા વિરૂદ્ધ મનસુખ વસાવાનો જંગ નથી પરંતુ શાંતિકર વસાવા અને મનુસખ વસાવા વચ્ચેનો જંગ છે! ભરૂચના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામમાં સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નોંદોદના ધારાસભ્ય દર્શના વસાવા, સાંસદ મનસુખ વસાવા, શાંતિકર વસાવા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત હતા.   

આક્રામક સ્પીચને કારણે મનસુખ વસાવા રોષે ભરાયા!

છેલ્લા ઘણા સમયથી ભાજપના સાંસદ મનસુખ વસાવા ચર્ચામાં રહ્યા છે. પોતાના નિવેદનોને કારણે તેમજ ભાષણને કારણે તેમની ચર્ચાઓ થતી રહેતી હોય છે. ત્યારે ગઈકાલે વસાવા સમાજનું વિશાળ સંમેલન હતું. સામાજીક નેતા શાંતિકર વસાવા પહેલા જ આરોપ મુકી ચુક્યા હતા કે એમને બોલતા અટકાવવાની કોશીશ થઈ. એમની આક્રમક સ્પીચના અંતે સાંસદ મનસુખ વસાવા ધીરજ ચુક્યા અને ઉભા થઈને એમને રોકવા માટે ગયા કે મંચસ્થ લોકોનું અપમાન થઈ રહ્યું છે પણ સામે ઉભી રહેલી હજારોની ભીડ શાંતિકર વસાવાના સમર્થનમાં દોડીને આવી, પણ પછી... જ્યારે શાંતિકર વસાવા સંમેલન પછી પાછા નીકળ્યા ત્યારે એમની ગાડી પર કથિત રીતે સાંસદના માણસોએ હુમલો કર્યો.

શાંતિકર વસાવા પર કથિત રીતે થયો હુમલો!

ભરૂચ ખાતે યોજાયેલુ વસાવા સમાજનું સંમેલન રાજનીતિક વિવાદોનું મૂળ બન્યું. ચૈતર વસાવા હાજર નહોતા, ભાજપ કૉંગ્રેસ આપ દરેક પક્ષના નેતાઓ એક મંચ પર હાજર હતા. વાત સમાજની ચાલુ હતી. સામાજીક નેતા શાંતિકર વસાવા આક્રમક રીતે સંબોધી રહ્યા હતા. સ્ટેજ પર જ બબાલ થઈ પણ પછી શાંતિકર વસાવાની ગાડી પર નેત્રંગ પાસે આંતરીને ગાડી પર પત્થર મારવામાં આવ્યા. મંચ પરથી આવું ભાષણ શું કામ આપ્યું એવો પ્રશ્ન હતો. કથિત રીતે ગાડી રોકનાર લોકો ભાજપના કાર્યકર્તા અને સાંસદના માણસો હોવાનું કહેવાયું. શાંતિકર વસાવાએ પોતાને કોઈ ઈજા નથી થઈ અને હુમલો કરનારને ઓળખે છે પણ ફરીયાદ નથી કરવાની રજૂઆત કરી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.