નેતાઓ જ જો છડેચોક કાયદાનો ભંગ કરતા હોય તો પછી સામાન્ય લોકો પાસેથી શિસ્ત અપેક્ષા કેટલી રાખવી? બનાસકાંઠાના ડીસા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયા બાદ પંથકમાં ખળભળાટ મચ્યો છે. મળતી જાણકારી અનુસાર, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા એક સામાજિક પ્રસંગે જાહેર મંચ પરથી ફાયરિંગ કર્યું હતું. તેમનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જોકે આ ફાયરિંગ એરગન કે અન્ય હથિયારથી કરવામાં આવ્યું છે તેને લઇને અસ્પષ્ટ છે. વાયરલ વીડિયોની જમાવટ પુષ્ટી કરતું નથી.
બહાદુરસિંહ વાઘેલાએ સામાજિક પ્રસંગે જાહેર મંચ પરથી હવામાં કર્યું ફાયરિંગ #bjp #bahadursinhvaghela #firing #disa #jamawat pic.twitter.com/y82aEl9GVL
— Jamawat (@Jamawat3) December 10, 2023
નેતાજી સામે કોઈ કાર્યવાહી થશે?
બહાદુરસિંહ વાઘેલાએ સામાજિક પ્રસંગે જાહેર મંચ પરથી હવામાં કર્યું ફાયરિંગ #bjp #bahadursinhvaghela #firing #disa #jamawat pic.twitter.com/y82aEl9GVL
— Jamawat (@Jamawat3) December 10, 2023બહાદુરસિંહ વાઘેલા ગુજરાત જાગીદાર ક્ષત્રિય સમાજના પ્રમુખ છે. ભાજપના નેતા દ્વારા જાહેર મંચ પર હવામાં ફાયરીંગ કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. સ્થાનિક લોકોએ એવા સવાલો પણ કર્યા હતા કે જાહેરમાં ફાયરિંગ કરનારા ભાજપના નેતા સામે કોઈ કાર્યવાહી થશે કે પછી આ મામલે પણ ભીનું સંકેલી લેવામાં આવશે.?