આઝાદીનાં 75 વર્ષ બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ સામે જે સૌથી મોટો પડકાર લાગે તે છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારની આ વાત એટલે કરી રહ્યાં છીએ કેમ કે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા એક મહિલા નેતા જાહેરમાં એવું બોલી ગયા કે, ભાજપમાં ભ્રષ્ટાચાર કરી કોંગ્રેસમાં આવ્યા
ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતી વખતે મહિલા કાર્યકર બોલ્યા...!
રાજ્યમાં બનેલી દરેક દૂર્ઘટનાઓમાં જેમણે પોતાનું વ્હાલસોયું સ્વજન ગુમાવ્યું છે એ પીડિત પરિવારજનોને ન્યાય મળે એટલા માટે કોંગ્રેસે ગુજરાત ન્યાય યાત્રાની શરુઆત કરી છે... આ ન્યાય યાત્રા રાજકોટમાં પહોંચી હતી.. જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું... જેમાં જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર હતા... આ કાર્યક્રમમાં ભાજપના દિપ્તિબેન વઘાસિયા સહિત 50 મહિલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા...તેમનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું અને પછી દિપ્તીબેનને માઈક આપવામાં આવ્યું...
દિપ્તીબેન એવું બોલ્યા કે કોંગ્રેસના નેતાઓ પણ વિચારતા થઈ ગયા..!
સવાલ થાય કે હવે હૈયે હતું અને હોઠે આવી ગયું? આ પારથી પેલે પાર આવ્યા છે... એટલે ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે.. દિપ્તીબેન આવું બોલ્યા એટલે કોંગ્રેસના નેતાઓ પણ વિચાર કરતા થઈ ગયા... અને ભાજપમાં ભ્રષ્ટાચાર કરીને આવ્યા છે એવું બોલ્યા એટલે વાયરલ થઈ ગયા... દિપ્તીબેનની આ વાત કેટલી સાચી એ તો બેન જ જાણે... ભાંગરો વાટ્યા બાદ દિપ્તીબેન દ્વિધામાં મુકાયા... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..