ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ- ડિપ્લોમા રેસિડન્ટ ડોક્ટરોના stipendમાં કાપ મૂકવામાં આવ્યો છે. પહેલા તેમને કહેવામાં આવ્યું કે તેમને stipend તરીકે તેમને 84 હજાર આપવામાં આવશે. પરંતુ હવે તેમના stipendમાં અચાનક ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા 84000 મળવાના હતા પરંતુ એવી માહિતી આપવામાં આવી કે તેમને 63000 આપવામાં આવશે. આ વાતને લઈ રેસિડન્ટ ડોક્ટરોએ વિરોધ કર્યો હતો. બેનરો સાથે રસ્તા પર ડોક્ટરો નિકળ્યા હતા અને ન્યાયની માગ કરી હતી.
સ્ટાઈપન્ડમાં કરાયો ઘટાડો
ડિગ્રી ઓફ નેશનલ બોર્ડની ગાઈડલાઈન્સ અનુસાર ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ - ડિપ્લોમા રેસિડન્ટ ડોક્ટરોને 84000 stipend આપવામાં આવે છે. રેસિડન્ટ ડોક્ટરને કહીને લેવામાં આવ્યા. પરંતુ 6-10-2023થી રેસિડન્ટ ડોક્ટરના સ્ટાઈપન્ડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા 84 હજાર આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ પછી તે ઘટીને 63 હજાર થઈ ગઈ. આ વાતની જાણ માત્ર મૌખિક રીતે કરવામાં આવી છે,
બેનરો સાથે ડોક્ટરોએ કર્યો વિરોધ!
આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો નથી. DNB-NMEMS દ્વારા આ અંગેની માહિતી આપવામાં નથી આવી. આવતી કાલથી સ્ટ્રાઈક પર ઉતરશે તેવી માહિતી સામે આવી છે. ત્યારે આજે આ મુદ્દાને લઈ ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. ન્યાય માગતા બેનરો તે લોકો સાથે લઈને આવ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું પ્રામાણીક ડોક્ટરની એક જ માગ.. સમાન વેતન અને સમાન કામ... તે બીજા બેનરમાં લખ્યું હતું અમને જોઈએ અમારો અધિકાર.