આમ આદમી પાર્ટીને સૂચના અને પ્રચાર નિયામકએ 164 કરોડ રૂપિયાની વસૂલાતની નોટિસ આપી છે.. આ નોટિસ એટલા માટે આપવામાં આવી છે કારણ કે સરકારી જાહેરાતોની આડમાં પાર્ટીએ પોતાની જાહેરાત કરી છે. દિલ્હીના એલ.જીએ મુખ્યસચિવને આપ પાસેથી આ રકમ વસૂલવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી અનુસાર આ રકમ 10 દિવસની અંદર આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
164 કરોડ રુપિયા ચૂકવવા આદેશ
2015-2016 દરમિયાન આમ આદમી પાર્ટીને નોટીસ ફટકારવામાં આવી હતી. દિલ્હીના લેફટનન્ટ ગવર્નરે આ નોટીસ આપી હતી. સરકારી જાહેરાતોની આડમાં રાજકીય જાહેરાતો કરવા બદલ આ આદેશ કરવામાં આવ્યો છે. 31 માર્ચ સુધી 99.31 કરોડ રુપિયા જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ હવે આ આંકડો 164 કરોડને પાર પહોંચ્યો છે. રકમ માત્ર 99.31 કરોડ છે પરંતુ દંડના વ્યાજ પેટે બાકીની રકમ ચૂકવવી પડશે.
10 દિવસની અંદર ચૂકવવો પડશે દંડ
આ રકમ ચૂકવવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ દસ દિવસની અંદર રકમની દંડના રકમની ચૂકવણી નહીં થાય તો દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાના પૂર્વ આદેશ પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ પાર્ટીની સંપત્તિને પણ જપ્ત થઈ શકશે.