દેશના લોકો પોતાના ઘરમાં શાંતિથી રહી શકે તે માટે દેશની સરહાદ પર સુરક્ષાબળો તૈનાત રહેતા હોય છે. દેશની સુરક્ષા માટે જવાનો દેશની સુરક્ષા માટે પોતાના જીવની આહુતિ આપતા હોય છે. દેશવાસીઓ સુરક્ષિત રહે તે માટે તે દુશ્મનની ગોળી વીર જવાનો પોતાના દિલ પર ઝીલતા હોય છે. થોડા સમય પહેલા ગુજરાતના વીર મહિપાલસિંહ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સામનો કરતી વખતે શહીદ થયા હતા. ત્યારે ગુજરાતે પોતાના બીજા વીર સપૂતને ગુમાવ્યો છે. ઓરિસ્સા ખાતે કોબ્રા કમાન્ડોની ટીમના જવાન દિલીપભાઈ સોલંકી ફરજ દરમિયાન શહીદ થયા છે. ફરજ દરમિયાન શહીદ થતાં ભાણવડ પંથકમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.


શહીદના નશ્વરદેહને માદરે વતન પરત ફર્યો
ગુજરાતનો વધુ એક વીર સપૂત શહીદીને ભેટ્યો છે. થોડા સમય પહેલા અમદાવાદના વીરમહિપાલસિંહ શહીદ થયા હતા ત્યારે આજે કોબ્રા કમાન્ડોની ટીમના જવાન દિલીપભાઈ સોલંકી ફરજ દરમિયાન શહીદ થયા છે. ભાણવડના ઝારેરા ગામમાં રહેતા દિલીપભાઈ સોલંકી સાત વર્ષ પહેલા ભારતીય લશ્કરમાં જોડાયા હતા. કોબ્રા કમાન્ડર તરીકે તે ફરજ બજાવી રહ્યા હતા. 26 વર્ષના યુવાન દિલીપભાઈ સોલંકી ઓડિશામાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું મોત થયું છે. મૃત્યુના સમાચાર મળતા ન માત્ર પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી હતી પરંતુ આખા પંથકમાં માતમાં છવાઈ ગયો છે. શહીદના નશ્વર દેહને માદરે વતન લઈ આવવામાં આવ્યો છે અને આજે સાંજે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


પરિવારમાં છવાઈ શોકની લાગણી
શહીદની સગાઈ થોડા મહિના પૂર્વે થઈ હતી. આવતા મહિને તેમના લગ્ન પણ યોજાવાના હતા પરંતુ તે પહેલા તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. અકાળે જવાનનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠ્યો છે. શહીદના માતા પિતાને એક તરફ દુખ પણ હશે કે નાની ઉંમરે તેમણે પોતાના દીકરાને ગુમાવ્યો છે પરંતુ બીજી તરફ ગર્વ પણ હશે કે તે શહીદના માતા પિતા છે. અમદાવાદ એરપોર્ટ પર શહીદનો નશ્વરદેહ બપોરે આવી પહોંચ્યો હતો અને આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવશે. દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપતા આવા વીર સપૂતોને સો-સો સલામ છે. સુરક્ષાકર્મીઓ પોતાના ઘરવાળાઓથી દૂર રહી સરહદ પર ફરજ બજાવે છે તેના જ લીધે આપણે આપણા ઘરમાં પોતાના પરિવાર સાથે સુખીથી અને શાંતિથી રહી શકીએ છીએ.