સોની સબ પર વધુ એક સિરિયલ શરૂ થવા જઈ રહી છે. આ સિરિયલનું નામ છે દિલ દિયા ગલ્લા-દિલકી બાતેં છે જેમાં પંજાબી પરિવાર બતાવવામાં આવ્યો છે. 12 ડિસેમ્બરના રોજ આ સિરિયલ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની છે. આ સિરિયલ ધર્મ યોદ્ધા ગરુડને રિપ્લેઝ કરવાની છે. આ સિરિયલમાં હર્ષદ અરોરા, કાવેરી પ્રિયમ સહિતના કલાકારો જોવા મળશે. સબ ટીવીએ આ સિરિયલનું ટીઝર પણ લોન્ચ કરી દીધું છે.
અમૃતાના રોલમાં જોવા મળશે કાવેરી પ્રિયમ
આ સિરિયલની વાત કરીએ તો આ સિરિયલમાં પંજાબી પરિવાર દર્શાવવામાં આવી છે. આખો પરિવાર વિદેશમાં રહેતો હોય તેવું બતાવામાં આવ્યું છે. આ સિરિયલમાં કાવેરી પ્રિયમ અમૃતાના રોલમાં જોવા મળી રહી છે. સિરિયલમાં એક પરિવાર બતાવામાં આવ્યો છે પરંતુ આ બે પરિવાર અલગ અલગ દેશોમાં રહે છે. બંને પરિવાર એક બીજા સાથે નથી બોલતા. ત્યારે બંને પરિવાર વચ્ચે સુલેહ કરાવવાની કોશિષ અમૃતા કરવાની છે. પંજાબમાં એવી અનેક ફેમિલી છે જે ભણવા વિદેશ જતા હોય છે. પરંતુ ભણતર પતાયા પછી પાછા નથી આવતા. આ સિરિયલ પણ આવી કહાની પર આધારિત છે.