કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહના મોદી સરકાર પર પ્રહાર, સર્જિકલ સ્ટ્રાઇક અને કલમ 370 મુદ્દે ઉઠાવ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-01-23 18:51:59

મોદી સરકારે પાકિસ્તાની આતંકવાદીઓ સામે કરેલી સર્જીકલ સ્ટ્રાઈક પર સતત પ્રશ્નો ઉઠતા રહે છે. જમ્મુ અને કાશ્મિરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલા ભારત જોડો આંદોલન દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા દિગ્વીજય સિંહે ફરી એક વખત સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 


સર્જિકલ સ્ટ્રાઇક સરકારનું જુઠાણું


દિગ્વીજય સિંહે મોદી મોદી સરકાર પર જુઠાણા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે અત્યાર સુધી સંસદમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં થયેલા પુલવામા હુમલાનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની સરકાર માત્ર જુઠાણાં ફેલાવે છે. આપણા 40 જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. CRPFના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે આ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?


કલમ 370 નાબૂદી મુદ્દે પણ પ્રહાર


કોંગ્રેસી નેતા દિગ્વીજય સિંહે કલમ 370 મુદ્દે પણ સવાલો કર્યા હતા. જમ્મુ અને કાશ્મિરમાં કલમ 370 નાબૂદ થવાથી કોને ફાયદો થયો? સરકાર એવું કહેતી હતી કે આનાથી આતંકવાદ ખતમ થઈ જશે, હિંદુઓનું વર્ચસ્વ રહેશે, પરંતુ જ્યારથી કલમ 370 હટાવી દેવામાં આવી છે, આતંકવાદ વધ્યો છે. રોજે રોજ આતંકવાગી ઘટના બની રહી છે. પહેલાં આ આતંકવાદ ખીણ પૂરતો સીમિત હતો, પરંતુ હવે એ રાજૌરી, ડોડા સુધી પહોંચી ગયો છે.


કાશ્મીર ફાઇલ્સ નફરત ફેલાવનારી ફિલ્મ


દિગ્વીજય સિંહે લોકોને સંબોધતા કહ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મિરની સમસ્યાનો ઉકેલ લાવવા માગતી નથી. સરકાર જમ્મુ અને કાશ્મિરનો નિર્ણય કરવા માગતી નથી. તે આ સમસ્યાને સતત યથાવત રાખવા માગે છે, સરકાર ઈચ્છે છે કે કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને હિંદુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાતી રહે. તેમણે લોકોને પણ સવાલ કર્યો હતો કે શું તમે ક્યારેય કોઈ વડાપ્રધાનને કોઈ ફિલ્મનો પ્રચાર કરતા જોયા છે? આપણા પીએમ મોદીએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..