સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે દિગ્વીજય સિંહ બરાબરના ફસાયા, રાહુલ ગાંધીએ પણ અંગત નિવેદન ગણાવ્યું


  • Published By :
  • Published Date : 2023-01-24 17:21:57

દિગ્વીજય સિંહ સર્જીકલ સ્ટ્રાઈક અને પુલવામાં હુમલા અગે નિવેદન આપીને બરાબરના ફસાઈ ગયા છે. આ નિવેદન બાદ ભાજપે દિગ્વીજય સિંહને નિશાન બનાવ્યા હતા, ભાજપે તે નિવેદનને બેજવાબદારીભર્યું ગણાવ્યું હતું. હવે કોંગ્રેસે પણ તે વિવાદથી ખુદને અલગ કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સમાં દિગ્વીજય સિંહના નિવેદનને અંગત ગણાવ્યું છે. 


રાહુલ ગાંધીએ શું કહ્યું?


રાહુલ ગાંધી હાલમાં જમ્મુ અને કશ્મીરમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જ્યાં તેમણે પ્રેસ કોન્ફ્રેન્સમાં પત્રકારોને વિવિધ મુદ્દા પર જવાબ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું  કે દિગ્વીજય સિંહે જે કહ્યું તેનાથી હું સહમત નથી. અમને સેના પર સંપુર્ણ ભરોસો છે. સેના જે કાંઈ પણ કરે છે, તે અંગે તેણે પુરાવા આપવાની જરૂર નથી, અને તે કોંગ્રેસે પાર્ટીનું સત્તાવાર સ્ટેટમેન્ટ નથી. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ હવે જોવાનું છે કે દિગ્વીજય સિંહ શું જવાબ આપે છે?.


દિગ્વીજય સિંહે શું બફાટ કર્યો હતો?


દિગ્વીજય સિંહે મોદી સરકાર પર જુઠાણા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. કેન્દ્ર સરકારે અત્યાર સુધી સંસદમાં 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019માં થયેલા પુલવામા હુમલાનો રિપોર્ટ આપ્યો નથી. ભાજપની સરકાર માત્ર જુઠાણાં ફેલાવે છે. આપણા 40 જવાન પુલવામામાં શહીદ થઈ ગયા. CRPFના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે આ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે પણ વડાપ્રધાન આ વાતથી સહમત ન થયા. સાવ આવું કેવી રીતે થઈ શકે?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?