દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્સન વધ્યું, જુલાઈ-સપ્ટેમ્બરમાં 38,320 અબજના વ્યવહારો થયા


  • Published By :
  • Published Date : 2022-12-06 18:19:37

દેશમાં ડિજિટાઇઝેશન વધારવાના સરકારના પ્રયત્નો હવે રંગ લાવી રહ્યો છે. દેશમાં ડિજિટલ વ્યવહારો ઝડપથી વધી રહ્યા છે. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં, UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ), ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ અને મોબાઈલ વોલેટ્સ જેવી પ્રીપેડ પેમેન્ટ પ્રોડક્ટ્સ દ્વારા રૂ. 38,320 અબજના ડિજિટલ વ્યવહારો થયા છે. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપની વર્લ્ડલાઇન ઇન્ડિયાએ તેના એક રિપોર્ટમાં આ માહિતી આપી છે.

 

ડિજિટલ વ્યવહારો પર UPIનું પ્રભુત્વ 


ત્રીજા ક્વાર્ટરના ઈન્ડિયા ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટ અનુસાર, ₹32,500 અબજના ટ્રાન્ઝેક્શન UPI દ્વારા કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “વાર્ષિક ધોરણે ટ્રાન્ઝેક્સનની સંખ્યા અને મૂલ્ય બંને લગભગ બમણા થયા છે. 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં સંખ્યાની દ્રષ્ટિએ 88 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ 71 ટકાથી વધુનો વધારો થયો છે.


ડિજિટલ પેમેન્ટ જીવનનો અભિન્ન ભાગ


વર્લ્ડલાઇનના સીઇઓ રમેશ નરસિમ્હને જણાવ્યું હતું કે, “ડિજિટલ પેમેન્ટ ધીમે ધીમે… આપણા જીવનનો અભિન્ન ભાગ બની રહ્યું  છે. દરેક ત્રિમાસિકમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. UPI,કાર્ડ્સ, પ્રીપેડ પેમેન્ટ પ્રોડક્ટ્સ જેવા લોકપ્રિય પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પહેલેથી જ એક જ ત્રિમાસિકમાં 23 અબજથી વધુ ટ્રાન્ઝેક્સન કરી રહ્યા છે.


રિપોર્ટ અનુસાર, મુંબઈ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ એમ પાંચ રાજ્યો ટોચ પર છે, જ્યાં સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તે શહેરોમાં બેંગલુરુ પ્રથમ ક્રમે આવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?