RBI દેશમાં લોન્ચ કરશે ડિઝીટલ કરન્સી, તેના લાભ અને ગેરલાભ શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-10-28 18:11:47

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


રિઝર્વ બેંક આગામી નાણાકિય વર્ષથી દેશની સૌ પ્રથમ ઈ કરન્સી લોન્ચ કરશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022ના બજેટ ભાષણમાં પણ ડિઝીટલ કરન્સી અંગે વાત કરી હતી. જો કે દેશમાં હજુ  પણ ઘણા લોકો ડિઝીટલ કરન્સીથી અજાણ છે. લોકોને તેના ઉપયોગ, લાભ અને ગેરલાભ અંગે પણ જાણકારી નથી.


ઈ-રૂપીનું મુલ્ય પેપર કરન્સી જેટલું જ


રિઝર્વ બેંક CBDCને એક ડિઝિટલ રૂપમાં કેન્દ્રીય બેંક દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ લિગલ ટેન્ડર તરીકે પરિભાષિત કરે છે. આ સોવરેન પેપર કરન્સીના સમાન જ છે, પરંતું તેનું એક અલગ સ્વરૂપ છે, ઈ-રૂપી એટલે કે ડિઝીટલ કરન્સીનું મુલ્ય પણ વર્તમાન કરન્સીની જેટલી જ છે. આ ડિઝીટલ કરન્સીને પણ ફિઝીકલ કરન્સીની જેમ જ સ્વિકારવામાં આવશે.  CBDC કેન્દ્રીય બેંકની બેલેન્સ સીટ પર લાયબિલિટીના સ્વરૂપમાં જોવા મળશે. 


ખિસ્સામાં પૈસા રાખવાની જરૂર નહીં પડે


ઈ-રૂપી આવી જવાથી ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર નહીં પડે, તે મોબાઈલ વોલેટની જેમ જ કામ  કરશે. તેને રાખવા માટે બેંક એકાઉન્ટની પણ જરૂર નહીં પડે. તેનાથી કેશલેસ પેમેન્ટ થઈ શકશે. તેનાથી રોકડ રૂપિયા રાખવાની કે તેને સાચવવાની ઝંઝટ નહીં રહે. રોકડ રૂપિયા છાપવાનો સરકારનો ખર્ચ બચશે અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે.


સરકાર શા માટે ડિઝીટલ કરન્સી લોન્ચ કરવા માગે છે?


ભારતમાં ક્રિપ્ટોકરન્સીની માગ વધુ છે. જો કે આરબીઆઈ શરૂઆતથી જ  તેનો વિરોધ કરે છે. ક્રિપ્ટોકરન્સીના જવાબમાં જ ઈ-રૂપી લોન્ચ કરવામાં આવી રહી છે. આરબીઆઈનું માનવું છે કે ઈ-રૂપી ડિઝીટલ ઈકોનોમીને પ્રોત્સાહન મળશે, અને પેમેન્ટ સિસ્ટમ વધુ સુદ્રઢ બનશે. આ જોખમમુક્ત વર્ચ્યુઅલ કરન્સી સુરક્ષાના તમામ માપદંડો પર ખરી ઉતરશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?