વિશ્વભરમાં અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપણે વિશ્વ મહિલા દિવસ, વિશ્વ ફોટોગ્રાફર્સ ડે સહિત અનેક દિવસોની ઉજવણી કરીએ છીએ. ત્યારે આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવી છે. માર્ચના ત્રીજા શુક્રવારે આ દિવસ વિશ્વ ભરમાં મનાવવામાં આવે છે. લોકોને સારા ઉંઘના મહત્વની ખબર પડે તે માટે આ દિવસ મનાવવામાં આવે છે. સારું આરોગ્ય રહે તે માટે ઉંઘ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. ત્યારે લોકો ઉંઘના મહત્વને સમજે તે માટે આ દિવસ ઉજવાય છે.
ઉંઘ પૂરતી ન હોવાને કારણે થાય છે અનેક બિમારી
2008થી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્લ્ડ સ્લીપ ડે કમિટીએ આ દિવસની ઉજવણી કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. દરેક વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2023ના થીમની વાત કરીએ તો ઉંઘ સારા આરોગ્ય માટે જરૂરી છે. સારી ઉંઘ ન હોવાને કારણે ગંભીર બિમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે.
ઉંઘનું મહત્વ સમજાવવા ઉજવાય છે આ દિવસ
એવું પણ માનવામાં આવે છે કે પહેલાના સમયમાં આપણા વડીલો વહેલા સૂઈ જતા હતા જેને કારણે તેમનું આરોગ્ય સારુ રહેતું હતું. પહેલા લોકો આરોગ્યવર્ધક જમવાનું ખાતા હતા પરંતુ આજકાલના લોકો ફાસ્ટ ફૂડ ખઈ રહ્યા છે. મોડા સુધી જાગવું તેમજ મોડા સુધી ઉંઘવું લોકો માટે સામાન્ય બની ગયું છે. લોકો અનિંદ્રાનો શિકાર બની રહ્યા છે. ત્યારે લોકો સારા ઉંઘનું મહત્વ સમજે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.