શું તમને પણ આ વખતે ફટાકડા મોંઘા લાગ્યા ?, તો અમે જાણી લાવ્યા કે ફટાકડા કેમ મોંઘા થયા ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 20:16:10


દિવાળી એટલે ભારતનો સૌથી મોટો તહેવાર. તહેવારોની મોસમને કારણે મોટી સંખ્યામાં એકત્ર થશે, લોકો તેમના વતન જશે અને ફટાકડા વિના દિવાળી અધૂરી છે. પરંતુ આ વર્ષે ફટાકડાને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે. મંદીના માહોલને લીધે દિવાળીની ખરીદીની અસર લગભગ તમામ બજારોમાં ઓછી વધુ દેખાઇ રહી છે. ગુજરાતના દરેક શહેરોમાં ફટાકડાના ભાવ ઉંચા ગયા છે. ફટાકડાના ભાવમાં લગભગ 50 થી 70 ટકા જેટલો વધારો નોંધાયો છે. ફટાકડામાં સામાન્ય રીતે દર વર્ષે પાંચ થી 10 ટકાનો ભાવ વધારો થતો હોય છે. જ્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં ગયા વર્ષ કરતા 50 થી 70 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.


ફટકડાનો ભાવ વધવાના કારણો !!!!!


 અમે જ્યારે માર્કેટમાં ગયા તો અમે સતત એવું સાંભળી રહ્યા હતા કે ફટકડાનો ભાવ આસમાને છે . તો અમે અંબિકા આશિષ  ફટાકડાના ઓનર આશિષ ભાઈને મળ્યા અને જાણવાના પ્રયત્ન કર્યા કે આ વખતે ફટકડાના ભાવ કેમ વધ્યા છે અને તેના કારણો શું છે ?

તો આશિષ ભાઈ એ કહ્યું "આ વર્ષ ફટાકડાના ભાવ માં 50 થી 70 ટકા વધારો થયો છે અને તેની પાછળનું કારણ એ છે કે કાચા માલના ભાવમાં વધારો થયો છે જેના કારણએ આ વર્ષ પ્રોડક્શન ઓછું થયું છે " અને આજ મુખ્ય કારણ છે ફાટકડાના ભાવમાં વધારો !!!!



આ વર્ષ કયા ફટાકડાની ધૂમ ???


આ વર્ષ સૌથી વધાર બાળકોના ફટાકડાનું ચલણ છે . અને એના સિવાય આસમાની આતિશ બાજી સૌથી વધુ વેચાય છે લોકોમાં આ વર્ષ દિવાળીને લઈને ખૂબ  ખુશ છે કેમ છે છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે ધુમધામથી દિવાળી મનાવી શક્યા ન હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?