જ્ઞાન સહાયકનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને પોલીસે કહ્યું, “દર વખતે સમજાવીએ છીએને, આ વખતે પોલીસ ફરિયાદ થશે રેકોર્ડિંગ સાથે”


  • Published By :
  • Published Date : 2023-09-05 17:50:15

આજે શિક્ષક દિવસ હોવાના કારણે ટેટ ટાટના બેરોજગાર શિક્ષકો અને જ્ઞાન સહાયક સામે વિરોધ નોંધાવતા ઉમેદવારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ સહિતના હોદ્દોદારોને આવેદન આપવા પહોંચ્યા હતાં. તેમને પહેલાથી ખબર હતી કે ગુજરાત પોલીસ તેમને આવેદન આપવા માટે પરવાનગી નહીં આપે કારણ કે વિદ્યાર્થીઓ અગાઉ આવેદન માટેની પરવાનગી માગવાના અખતરા કરી ચૂક્યા છે પરંતુ પોલીસે મનાહી જ કરી છે. આ વખતે પણ હર વખતે થાય છે એવું થયું, વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા પરંતુ પોલીસ તેમના સ્વાગત માટે તૈયાર હતી. 


શિક્ષક દિવસે જ શિક્ષકોને ગાંધીનગરના રસ્તા પર ઢસડ્યાં

ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના સામે રાજ્યભરના ભાવિ શિક્ષકો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમનું માનવું છે કે આટલા વર્ષો અમે કોન્ટ્રાક્ટવાળી ભરતી માટે મહેનત નહોતી કરી. સામેની બાજુ સરકાર પ્રયાસ કરી રહી છે કે ચાર પાંચ વર્ષનો શિક્ષકોની ઘટનો ખાડો છે એ પૂરી શકાય કારણ કે 2017 પછી શિક્ષકોની કાયમી ભરતી નથી થઈ. પોતાની માગણીઓ સાથે અગાઉની જેમ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ તેમને રોકી લેવામાં આવ્યા હતા. 

વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસને બળનો પ્રયોગ કરવો પડ્યો જેના કારણે ભર બપોરે માહોલ વધારે ગરમાઈ ગયો હતો. ઘર્ષણમાં શિક્ષક દિવસના રોજ જ જ્ઞાનના દેવી સરસ્વતી માતાની પ્રતિમા તૂટી હતી. પોલીસે વિદ્યાર્થીઓને રોક્યા ત્યારે અનેક વિદ્યાર્થીઓને રસ્તા પર ઢસડવામાં આવ્યા હતા. આ બધુ થઈ રહ્યું હતું ત્યારે એક વીડિયો વાયરલ થયો જ્યારે પોલીસ વિદ્યાર્થીઓને કથિત રીતે ધમકાવી રહી છે. પોલીસ વિદ્યાર્થીઓને ડબ્બામાં પૂરતા આંગળી ચીંધીને કહી રહી છે કે, "દર વખતે તમને સમજાવીએ છીએને, આ વખતે ફરિયાદ થશે રેકોર્ડિંગ સાથે." 

 

ગુજરાત પોલીસને સાધારણ શિક્ષકને ધમકાવવા કરતા એટલી શક્તિ એ બુટલેગરો પર વાપરવી જોઈએ જે ગાંધીના દારુ મુક્ત ગુજરાતને ઘરે બાટલી પહોંચાડવાની સેવા પૂરી પાડે છે. એ ચોર પર શક્તિ વાપરવી જોઈએ જે ચોરી કરીને ભાગી જાય છે અને પોલીસ તેમને શોધતી જ રહી જાય છે. એ બાળ તસ્કરી કરતા લોકો સામે શક્તિ વાપરવી જોઈએ જે નાના-નાના બાળકોના હાથપગ ભાંગીને તેમની પાસે ભિક્ષાવૃત્તિ કરાવે છે. શિક્ષકો શાંત હોય છે એટલા તેમની સામે રૌફ જમાવી શકાય છે. ખુંખાર ગુનેગારો સામે રૌફ જમાવે તો પોલીસની વર્દીને શોભે. ભારતના બંધારણમાં શાંતિથી ભેગા થઈને વિરોધ કરવાની છૂટ છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓ પોલીસ પાસે રેલી કરવાની પરવાનગી કરવા જાય છે તો તેમને પરવાનગી જ નથી આપવામાં આવતી. અંતે પોતાની વ્યથા રજૂ કરવા વિદ્યાર્થીઓ ભેગા થાય છે તો તેમને રસ્તાઓ પર ઢસડી ઢસડીને ડબ્બામાં પૂરીને અટકાયત કરી દેવામાં આવે છે. જો કે પોલીસ પોતાનું કામ કરી રહી છે અને વિદ્યાર્થીઓ પોતાની માગ રજૂ કરી રહ્યા છે.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.