ભારતમાં ડાયાબિટીસની બીમારીએ ચિંતા વધારી, 10 કરોડથી વધુ લોકો આવ્યા ઝપેટમાં, ICMRની રિપોર્ટમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-06-09 21:28:01

ભારતમાં ડાયાબિટીસની બીમારી મહામારીનું સ્વરૂપ લઈ રહી છે. દેશમાં 10 કરોડથી વધુ લોકો આ બીમારીની ઝપેટમાં આવી ગયા છે. ICMRની સ્ટડીમાં આ જાણકારી સામે આવી છે. આ સ્ટડીને બ્રિટનના મેડિકલ જર્નલ Lancetમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2019માં 7 કરોડ લોકો ડાયાબિટીસના દર્દીઓ હતાં, પરંતું હવે તે આંકડો 10 કરોડથી વધી ગયો છે. આમ છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં 44 ટકાનો આઘાતજનક વધારો થયો છે. દેશમાં ડાયાબિટીસનો સરેરાશ દર 11.4 ટકા છે.


16 ટકા લોકો પ્રિ-ડાયાબિટીસ સ્ટેજમાં


Lancetમાં પ્રકાશિત આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતું. જ્યારે ઓછામાં ઓછા 13.6 કરોડ એટલે કે કુલ વસ્તીના આશરે 15.3 ટકા લોકો પ્રિ-ડાયાબિટીસની સ્થિતિમાં છે.પ્રી-ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિમાં સામાન્ય કરતાં બ્લડ સુગર વધારે હોય છે, જોકે ટાઈપ-2 ડાયાબિટીસ કરતાં વધારે હોતુ નથી. જીવનશૈલીમાં ફેરફાર કર્યાં વગર પ્રી-ડાયાબિટીસ ધરાવતા પુખ્તો તથા બાળકોમાં ડાયાબિટીસની બીમારીનું ઊંચુ જોખમ સર્જાયુ છે. તેમાં પણ સૌથી વધારે ડાયાબિટીસનું પ્રમાણ ગોવા (26.4 ટકા), પુડુચેરી (26.3 ટકા) અને કેરલા (25.5 ટકા)માં છે. ગોવા, કેરળ, તમિલનાડુ તથા ચંડીગઢમાં ડાયાબિટીસના કેસની તુલનામાં પ્રી-ડાયાબિટીસના કેસ ઓછા છે. જ્યારે પુડુચેરી અને દિલ્હીમાં કેસની સ્થિતિ લગભગ એક સમાન છે.


પ્રિ-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી


આ સાથે જ આ સ્ટડીમાં આવી પણ માહિતી મળી છે કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર જેવા ઓછા પ્રસારવાળા રાજ્યોમાં ડાયાબિટીસના કેસમાં વિસ્ફોટ થવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આગામી કેટલાક વર્ષોમાં આ આંકડો અન્ય રાજ્યોમાં પણ વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે રાજ્યોમાં ડાયાબિટીસના દર્દીઓ ઓછા છે ત્યાં પણ પ્રી-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઉત્તર પ્રદેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સૌથી ઓછી છે, પરંતુ ત્યાં પ્રી-ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ જેવા ડાયાબિટીસના ઓછા દર્દીઓ ધરાવતા રાજ્યોમાં પણ આ રોગના કેસ વધી શકે છે. આ રાજ્યોમાં પ્રિ-ડાયાબિટીસના કેસ પણ વધી રહ્યા છે. પ્રિ-ડાયાબિટીસ એ સ્ટેજ છે જ્યારે આ રોગ પછીથી ડાયાબિટીસ બની શકે છે, પરંતુ જો પ્રિ-ડાયાબિટીસ સ્ટેજમાં આ રોગને કાબૂમાં રાખવામાં આવે તો ડાયાબિટીસને અટકાવી શકાય છે.


1 લાખથી વધુ લોકો પર થયો સ્ટડી


1 લાખથી વધુ લોકો પર એક  સ્ટડી કરવામાં આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે દેશમાં ડાયાબિટીસનો વ્યાપ પહેલાની સરખામણીમાં વધ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ખાનપાનની ખોટી આદતોના કારણે ડાયાબિટીસનો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે. જો લોકો પોતાની જીવનશૈલીમાં સુધારો નહીં કરે તો ટૂંક સમયમાં જ દેશમાં ડાયાબિટીસ ખતરનાક રોગ તરીકે વધતો જશે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..