મહારાષ્ટ્રના જ નહીં પણ દેશના મહાન સપૂત છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350 મી વર્ષગાંઠ પર એસઆરટીએલ અલ્ટ્રા મેરેથોન સ્પર્ધા તેમના મહાન કાર્યને શ્રદ્ધાંજલિ આપવા અને ઇતિહાસના સાક્ષી સિંહગઢ -રાજગઢ-તોરાના-લિંગાણા ખાતે અલ્ટ્રા મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંહગઢ -રાજગઢ-તોરાના-લિંગાણા (એસઆરટીએલ) કિલ્લાઓનું જતન તથા વારસાને સાચવવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન વેસ્ટર્ન ઘાટ રનિંગ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ધ્યાન આચાર્ય સહીત ગુજરાતના 19 દોડવીરોની એક ટીમ અલ્ટ્રા મેરેથોન કરવા માટે સિંહગઢ (પુણે, મહારાષ્ટ્ર) ગઈ હતી. જેમાં અમદાવાદના 21 વર્ષીય યુવાન ધ્યાન આચાર્યએ અમદાવાદ અને ગુજરાતનું નામ રોશન કરતા 11:50 કલાક-53 કિમી પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી.
અન્ય દેશોના સ્પર્ધકોએ પણ ભાગ લીધો
સિંહગઢ ખાતે યોજાયેલી આ અલ્ટ્રા મેરેથોન અંગે ધ્યાન આચાર્યે જણાવ્યું હતું કે આ સ્પર્ધાનું છઠ્ઠું વર્ષ છે. મેરેથોનનો માર્ગ સિંહગઢની તળેટીથી તોરના કિલ્લા સુધી અને લિંગના સુલખાની તળેટી સુધીનો હતો. આ ઉપરાંત આ ચેમ્પિયનશિપમાં 7 દેશો એટલે કે નોર્વે, આઇસલેન્ડ, ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, કેનેડા, નેપાળ, 24 રાજ્યો અને ભારતના 55 શહેરોના 900 થી વધુ દોડવીરો ભાગ લઈ રહ્યા હતા.અને મેરેથોન ત્રણ કક્ષાના યોજાઈ હતી.-100 કિમી, 53 કિમી, 25 કિમી અને 11 કિમી. હતી.
સ્પર્ધકોમાં છે લોકપ્રિય
સિંહગઢ -રાજગઢ-તોરાના-લિંગાણા (SRTL) અલ્ટ્રા મેરેથોનએ પ્રાચીન સિંહગઢ-રાજગઢ-તોરણા કિલ્લાઓના માર્ગ પર એક રોમાંચક સ્પર્ધા છે, આ માર્ગ ઐતિહાસિક અને મનોહર મહત્વનો છે, જે માર્ગદર્શક માર્ગ અને પર્વતીય માર્ગ તરીકે કામ કરે છે. તે સમયે વેપાર, અવન જાવન અને શાસક રાજાઓ વચ્ચેની લડાઈઓ માટે પણ મહત્વપૂર્ણ યુદ્ધ ક્ષેત્ર હતું. એક સમયે છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની ગણાતો રાજગઢ કિલ્લો આ ઇતિહાસની સાક્ષી પૂરે છે. પુણેના સમૃદ્ધ વારસાને આવરી લેતા, ભવ્ય સિંહગઢ, રાજગઢ અને તોરણા કિલ્લાઓ વચ્ચેથી પસાર થવાનો હેરિટેજ વોક અનુભવ કરવા માટે દોડવીરો સ્પર્ધાની કાગડોળે રાહ જોતા હોય છે.