સફેદ રણ માટે વિખ્યાત કચ્છના ધોરડોનો UNWTOની ઉત્કૃષ્ટ 54 પ્રવાસન ગામોની યાદીમાં થયો સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-10-20 13:37:10

સફેદ રણની વાત નિકળે એટલે કચ્છનું ધોરડોનું અફાટ રણ આંખો સમક્ષ તરવરવા લાગે છે. કચ્છના ધોરડો ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં  પ્રવાસીઓ ઉમટી પડે છે. સહેલાણીઓનું આ પ્રિય સ્થળ  વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદીમાં સ્થાન પામ્યું છે. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO)એ તેના 54 શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં ધોરડોનો પણ સમાવેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે 2011ની વસ્તી ગણતરી મુજબ ધોરડો ગામની 600 લોકોની છે.


શા માટે ધોરડો બન્યું ઉત્કૃષ્ટ પ્રવાસન ગામ?


વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO)એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેરાત કરતા તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે. વિશ્વ સંસ્થાએ નિવેદનમાં કહ્યું છે કે 2021માં શરૂ કરવામાં આવેલી આ પહેલ UNWTOના ગ્રામીણ વિકાસ પ્રવાસન કાર્યક્રમનો એક ભાગ છે. આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમાવેશને પ્રોત્સાહન આપવા, વસ્તીમાં ઘટાડા સામે લડવા, એડવાન્સ ઈનોવેશનને પ્રોત્સાહન આપવા અને પર્યટન દ્વારા મૂલ્ય સાંકળ એકીકરણ અને ટકાઉ પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરવા માટે કામ કરે છે. મેડ્રિડ સ્થિત સંસ્થાએ જણાવ્યું હતું કે એવોર્ડની ત્રીજી આવૃત્તિમાં લગભગ 260 અરજીઓમાંથી તમામ પ્રદેશોમાંથી 54 ગામોની પસંદગી કરવામાં આવી છે.


ધોરડો રણોત્સવ માટે છે જગવિખ્યાત


કચ્છનો રણ તેના સફેદ મીઠાની રેતી માટે જાણીતું  છે. અને તે વિશ્વનો સૌથી મોટું  મીઠું રણ તરીકે ગણાય છે. કચ્છના રણની મોટા ભાગની વસ્તી હિન્દુઓ, મુસ્લિમો,  અને શીખોનો સમાવેશ થાય છે. કચ્છ ક્ષેત્રનો રણ પારિસિૃથતિક રીતે સમૃદ્ધ વન્ય જીવન જેમ કે ફ્લેમિંગોસ અને જંગલી ગાધેડોનો માટે પ્રાકૃતીક આશ્રય સ્થાન છે. જે ઘણીવાર રણની આસપાસ જોવા મળે છે. રણનો  થોડા વિસ્તાર વન્ય જીવન જેમ કે ભારતીય જંગલી ગાધેડો અભ્યારણ્ય, કચ્છ રણ વન્યજીવન અભયારણ્યનો ભાગ છે.  તે વન્યજીવન ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. ગુજરાત સરકારે દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી દર વર્ષે 'રણોત્સવ'નુ આયોજન કરે છે. જેમા મુલાકાતીઓને સ્થાનિક વાનગીઓ, કલા અને કચ્છની સંસ્કૃતિ અને હોસ્પિટાલિટી પરોસવામા આવે છે. જેને જોવા અને માણવા માટે વિશ્વભરના મુલાકાતીઓને આ સૃથળની મુલાકાત માટે આવે છે. આસપાસના સ્થાનિક લોકો માટે આ જ આવકનો મુખ્ય સ્રોત છે.


આ ગામોને પણ મળ્યું સ્થાન


વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદીમાં  ધોરડો સિવાય, જે ગામોને આ યાદીમાં સ્થાન મળ્યું છે તેમાં ચિલીના બેરાંકાસ, જાપાનમાં બેય, સ્પેનમાં કાન્તાવેજા, ઇજિપ્તમાં દશૂર, કોરિયાના રિપબ્લિકમાં ડોંગબીક, લેબનોનનું ડુમા, પોર્ટુગલના એરિકેરાનો સમાવેશ થાય છે. અને કોલંબિયામાં ફિલેન્ડિયાનો સમાવેશ થાય છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...