સૌરાષ્ટ્રના આ બે તાલુકામાં મેઘતાંડવ, ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-18 21:15:15

રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહીના પગલે આજે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે 12 કલાકના સમયગાળા દરમિયાન ગુજરાતના 124 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગીર સોમનાથના સુત્રાપાડામાં આખા દિવસ દરમિયાન પોણા 14 ઈંચ વરસાદ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં  સાડા 9 ઈંચ વરસાદ, કોડિનાર તાલુકામાં સાડા 6 ઈંચ, વેરાવળમાં 4.3 ઈંચ અને તાલાલામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢમાં મેંદરડામાં 100 મિમી, રાજકોટના ઉપલેટામાં 76 મિમી, જૂનાગઢના માળીયા-હાટીનામાં 73 મિમી અને કેશોદમાં 69 મિમી વરસાદ નોંધાયો છે. આજે દિવસ દરમિયાન 27 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.  


સુત્રાપાડા અને ધોરાજીમાં જળબંબાકાર 


હવામાન વિભાગની આગાહીને પગલે ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુત્રાપાડામાં છેલ્લા 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જ્યારે રાજકોટના ધોરાજીમાં પણ આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ધોરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ધોરાજીનો બહારપુરા વિસ્તાર બેટમાં ફરેવાયો છે. અહીં મોટાભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર 9 ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. બે કલાકમાં જ 6 ઈંચ વરસાદ તૂટી પડતા દિવસભર કુલ 9 ઈંચ વરસાદ વરસ્યો છે. બહારપુરા ઉપરાંત કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 


ભાદર-2 ડેમ ઓવરફ્લો, 20 ગામોને એલર્ટ  


ધોરાજીમાં ભારે વરસાદના કારણે ભાદર-02 ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણ વાળા 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ભાદર ડેમમાં પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. જેને કારણે તંત્ર દ્વારા ગામોમાં રહેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ ચોથી વાર ઓવરફ્લો થયો છે. ભારે વરસાદના કારણે ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.