‘ધૂમ’ફેમ સંજય ગઢવીનું નિધન, મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેકથી મોત, આજે સાંજે થશે અંતિમ સંસ્કાર


  • Published By :
  • Published Date : 2023-11-19 13:12:28

બોલિવુડના જાણીતા દિગ્દર્શક સંજય ગઢવીનું નિધન થયું છે. તેમણે આજે 19 નવેમ્બર, રવિવારે સવારે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે 57 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મળતી જાણકારી મુજબ, જ્યારે તે સવારે લોખંડવાલા બેકરોડમાં મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તે પરસેવાથી તરબતર થઈ ગયા હતા. આ પછી, સંજય ગઢવીને તાકીદે નજીકની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ સંજય ગઢવીને મૃત જાહેર કર્યા હતા. સંજય ગઢવીના નિધનથી પરિવાર અને બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.


મૃતદેહ કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં રખાયો


સુપરહિટ ફિલ્મ 'ધૂમ'ના દિગ્દર્શક સંજય ગઢવીના નિધનથી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. તેમની આ દુનિયામાંથી વિદાય બોલિવૂડ માટે મોટી ખોટ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંજય ગઢવીને મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, તેઓ જ્યાં ફરવા ગયા હતા ત્યાંથી કોકિલાબેન અંબાણી હોસ્પિટલનું અંતર માત્ર એકથી દોઢ કિલોમીટર હતું. ડિરેક્ટર સંજય ગઢવીના પાર્થિવ દેહ હાલમાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં છે.


આજે સાંજે  થશે અંતિમ સંસ્કાર


કહેવામાં આવી રહ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર આજે 19 નવેમ્બરની મોડી સાંજ સુધીમાં કરવામાં આવશે. તેમના નિધન બાદ અનેક જાણીતી હસ્તીઓ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહી છે. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘેરો આઘાત લાગ્યો છે. તેણે બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તે લોખંડવાલા અંધેરી વેસ્ટની ગ્રીન એકર સોસાયટીમાં રહેતા હતા. તાજેતરમાં જ સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી.


આ ફિલ્મોનું કર્યું છે નિર્દેશન  


સમાચાર અનુસાર, શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. સંજય ગઢવીએ 'ધૂમ' અને 'ધૂમ 2'નું નિર્દેશન કર્યું હતું. તેમણે 'તેરે લિયે', 'કિડનેપ', 'મેરે યાર કી શાદી હૈ', 'ઓપરેશન પરિંદે' અને 'અજબ ગજબ લવ' જેવી શાનદાર ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.



અમેરિકાનાં મિનીએપોલિસથી કેનેડા જતા ડેલ્ટા એરલાઈન્સનું વિમાન કેનેડાનાં પિઅર્સન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયુ હતુ. અકસ્માત દરમિયાન વિમાનમાં સવાર પેસેન્જરોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. આ વિમાનમાં 76 પેસેન્જર અને 4 ક્રુ મેમ્બર સહિત 80 લોકો સવાર હતા.

બિયરની બોટલ પર ગાંધીજીનું નામ અને ફોટા. માર્કેટીંગની ઘીનૌની રીત કે સીધે સીધુ અપમાન?

નાસા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સ્પેસએક્સનું ક્રુ-10 મિશન તૈયાર છે, હવે ફરશે પાછા સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર.

મુંબઈમાં પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રથમ ઉત્સવે તો પ્રેક્ષકોના મનનો મોહી લીધા હતા. ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો હતો. લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા રેખ્તા ફાઉન્ડેશને મુંબઈમાં જાન્યુઆરી 11, 2025ને શનિવારના રોજ એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ 'ગુજરાતી ઉત્સવ' યોજ્યો હતો. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવનમાં, ખીચોખીચ સભાગૃહમાં, મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમાં મુશાયરામાં ગઝલ-ગીતની તો સંગીતસંધ્યામાં વૈવિધ્યસભર ગીત-સંગીતની મહેફિલ જામી હતી.