ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો ઘણા છે. એવા પણ લોકો હશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પરંતુ, ધોનીની આ વખતની તસવીરો ઘણી રીતે ખાસ અને અલગ છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહની ભાજપના નેતાઓ સાથેની મુલાકાતની આ તસવીરો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેને કારણે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ધોની ભાજપમાં જોડાઈ શકે છે.
ધોનીએ ભાજપના નેતાઓ સાથે પડાવ્યો ફોટો અને થવા લાગી ચર્ચા
સોશિયલ મીડિયા પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને કારણે ધોની રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે તેવી વાત બજારમાં થવા લાગી છે. ફોટા અંગે મળતી માહિતી અનુસાર, પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ દીપક પ્રકાશ, રાંચીના ધારાસભ્ય સીપી સિંહ અને કાંકેના ધારાસભ્ય સમરી લાલ રાંચી એરપોર્ટ પર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યા હતા. જો કે આ બેઠક માત્ર સંયોગ હોવાનું કહેવાઈ રહ્યું છે.
ધોની કરશે રાજકારણમાં એન્ટ્રી?
મળતી માહિતી અનુસાર એ ફોટો તે સમયનો જે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ રાંચી આવવાના હતા. અમિત શાહના આગમન સમયે ભાજપના નેતાઓ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે હાજર હતા. એ જ સમયે મહેન્દ્ર સિંહ ધોની પણ એરપોર્ટ પર હાજર હતા. આ ક્રમમાં તેમણે ત્રણેય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ધોનીની ભાજપ નેતા સાથેની મુલાકાતના લોકો અનેક અર્થ કાઢી રહ્યા છે. લોકો કહે છે કે શું ધોની રાજકારણમાં આવશે? જો કે આ તસવીર સામે આવ્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ છે. ત્યારે તમે શું કહેશો આ ફોટા વિશે તે અમને કમેન્ટમાં જણાવો.