અમેરિકામાં ધોની, Donald Trump સાથે M.S.Dhoni રમ્યા ગોલ્ફ, ફોટો થઈ ગયો વાયરલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-08 12:44:42

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની લોકચાહના માત્ર ભારત પૂરતી સિમીત નથી. વિશ્વભરમાં તેમના ફેન્સ છે, તેમને ચાહનારા છે. એમ.એસ ધોનીનો એક ફોટો થોડા સમય પહેલા વાયરલ થયો હતો જેમાં તે કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યા હતા. એ ફોટો વાયરલ થયા બાદ અનેક લોકોએ કેન્ડી ક્રશ ગેમ ડાઉનલોડ કરી લીધી હતી. ત્યારે વધુ એક ફોટો ધોનીનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં એમ.એસ.ધોની અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ગોલ્ફ રમી રહ્યા છે. લોકોને આ ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે. 

MS dhoni has also spotted during us open 2023.

ધોનીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રમી ગોલ્ફ!

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મહેન્દ્રસિંહ ધોની જોવા મળી રહ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંને ગોલ્ફ રમતા દેખાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે મહેન્દ્રસિંહ ધોનીને ગોલ્ફ રમવા માટે આમંત્રણ આપ્યું હતું. ફોટો સામે આવ્યો છે તેમાં પાંચ લોકો દેખાય છે. વેકેશન માણવા માટે એમ.એસ.ધોની અમેરિકા ગયા છે.આમ તો ડોનાલ્ડ ટ્રમ્પ અને ધોનીની વાતો સામે આવી છે પરંતુ જે ફોટો સામે આવ્યો છે તેમાં પાંચ લોકો છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ બંને ગોલ્ફ રમતા દેખાઈ રહ્યા છે. તે વીડિયોમાં એમ.એસ.ધોની તો દેખાઈ રહ્યા છે પરંતુ ટ્રમ્પ નથી દેખાતા. આની પહેલા પણ ધોનીના ગોલ્ફ રમતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?