ધોનીએ ફેન્સને આપી પાકિસ્તાન જવાની સલાહ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-12-29 22:27:47

મહેન્દ્ર સિંહ ધોની દેશના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના ચાહકો છે. પાકિસ્તાનમાં પણ ધોનીને પસંદ કરનારા લોકોની કમી નથી. પૂર્વ ભારતીય કેપ્ટન ક્રિકેટર તરીકે તે પાકિસ્તાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયો હતો. આવી સ્થિતિમાં તેણે એક ચાહકને ત્યાં જવાની સલાહ આપી હતી. આ સલાહ સાંભળ્યા બાદ ફેન્સે જે જવાબ આપ્યો તે સાંભળીને ધોની કોઈ જવાબ આપી શક્યો નહીં. જે બાદ તેણે એવો જવાબ આપ્યો કે બંને ખડખડાટ હસી પડ્યા હતા. ધોનીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. 


ધોનીએ ફેનને પાકિસ્તાન જવાની સલાહ કેમ આપી?


આ વિડીયોમાં જોવા મળે છે કે સ્વાદિષ્ટ ભોજનને લઈને એમએસ ધોની અને તેના ફેન વચ્ચે વાતચીત થઈ રહી છે. આ વચ્ચે ધોની પાકિસ્તાનમાં મળતા સ્વાદિષ્ટ ભોજનની પ્રશંસા કરે છે અને તે વ્યક્તિને કહે છે કે- તમારે એક વખત સારૂ ખાવા માટે પાકિસ્તાન જવું જોઈએ. ત્યારે રિસેપ્શન પર ઊભેલી વ્યક્તિ ધોનીની વાત સાંભળીને તરત જ જવાબ આપે છે કે-તમે સારું ખાવાની સલાહ આપશો તો પણ હું ત્યાં નહીં જઉં. મને ખાવાનું પસંદ છે પરંતુ હું ત્યાં તો કોઈ કાળે નહીં જઉં. જે બાદ બંને હસવા લાગે છે.


ધોની વર્ષ 2006માં ગયો હતો પાકિસ્તાન


ઉલ્લેખનિય છે કે મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2006માં પાકિસ્તાન ગયો હતો જ્યાં તેણે પાંચ મેચની વનડે સીરીઝમાં ત્રણ હાફસેન્ચુરી ફટકારી હતી. એક મેચમાં તેણે બેટિંગ કરવાનો ચાન્સ મળ્યો ન હતો જ્યારે એક મેચમાં તે 2 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ દરમિયાન ધોનીએ પાકિસ્તાનમાં અનેક જગ્યાએ લિજ્જતદાર ભોજનની મજા માણી હતી.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?