ધીરેન્દ્ર શાસ્ત્રી આ પાર્ટી સાથે જોડાવા માગે છે? સુરતમાં દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યો જવાબ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-26 17:19:03

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના અનેક શહેરોમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. પોતાના નિવેદનને કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે સુરતમાં દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે મારૂં એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે. મને એક જ પાર્ટીથી જોડવામાં આવે અને એ છે બજરંગબલી. 


બધી રાજકીય પાર્ટીના નેતા મારા શિષ્ય છે - ધીરેન્દ્ર શાસ્ત્રી

ગુજરાતના વિવિધ શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજે સુરત ખાતે તેમનો દિવ્ય દરબાર થવાનો છે ત્યારે દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે મારૂં એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે. મને એક જ પાર્ટીથી જોડવામાં આવે અને એ છે બજરંગબલી. 


સિક્યોરિટી અંગે બાબાએ આપ્યો જવાબ!   

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ધર્મ પરિવર્તન મુદ્દે પણ તેમણે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં હું આ વિષયને જાણીને આદિવાસી વિસ્તારમાં કથા કરવાનું ચોક્કસપણે આયોજન કરીશ. હું જંગલોમાં આદિવાસી વિસ્તારોમાં કથા કરી રહ્યો છું. આપણે માત્ર મોબાઈલ અને ટીવી સુધી સિમિત છીએ, આપણે સનાતન સંસ્કૃતિનો પ્રચાર હવે દિલો સુધી કરવો પડશે. ષડયંત્રો થઈ રહ્યા છે. સનાતન વિરોધી તાકતો પણ લાગે છે, એટલા માટે મને સિક્યોરિટી આપવામાં આવી રહી છે.    


અમદાવાદ અને રાજકોટમાં યોજાવાનો છે દિવ્ય દરબાર!     

મહત્વનું છે સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતમાં ભવ્ય રંગોળી કરવામાં આવી હતી. દરબારમાં ભાગ લેવા દૂર દૂરથી લોકો આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટ આપવા ખાસ ગદા તૈયાર કરવામાં આવી છે. સાળંગપૂરથી સુરતમાં હનુમાનજીની ગદા આવી છે. સુરત બાદ અમદાવાદ તેમજ રાજકોટમાં પણ તેમનો દિવ્ય દરબાર લાગવાનો છે. તેમના દરબારને લઈ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે અને લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેવું અનુમાન હાલ લગાવામાં આવી રહ્યું છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...