ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજ્યના અનેક શહેરોમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. સુરત ખાતે દિવ્ય દરબાર યોજાયો હતો જ્યારે આજે અમદાવાદ ખાતે તેમનો દરબાર યોજાવાનો હતો. પરંતુ ગઈકાલે પડેલા વરસાદને કારણે બાબાનો દિવ્ય દરબાર રદ્દ થયો છે. ઓગણજ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ ગઈકાલે પડેલા વરસાદને કારણે આ કાર્યક્રમ રદ્ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજે અને આવતી કાલે અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાના હતા.
29 અને 30મેના રોજ અમદાવાદમાં યોજાવાનો હતો દરબાર!
બાગેશ્વરધામના શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. બાબા હાલ ગુજરાતના પ્રવાસે છે. અનેક શહેરોમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પહેલા સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાયો હતો. ત્યારે આજે અને આવતી કાલે અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર થવાનો હતો પરંતુ વરસાદને કારણે આ કાર્યક્રમ રદ્દ થયો છે. ત્યારે મહત્વનું છે કે અમદાવાદ બાદ રાજકોટમાં પણ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી અને બીજી જૂનના રોજ દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવ્ય દરબારની જગ્યા પણ બદલવામાં આવી!
વરસાદને ધ્યાનમાં રાખી દરબારની જગ્યા બદલવામાં આવી હતી. પહેલા ચાણક્યપુરી ખાતે દરબાર યોજાવાનો હતો પરંતુ વરસાદને કારણે જગ્યા બદલવામાં આવી હતી. ઓગણજ ખાતે દરબાર યોજાવાનો હતો પરંતુ ત્યાં પણ હવે દરબાર નહીં યોજાય.વરસાદને કારણે દિવ્ય દરબાર રદ્દ થયો છે. જે જગ્યાએ દરબાર ભરાવાનો હતો તે જગ્યા પર પાણીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા. ગઈકાલે ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજીના દર્શને ગયા હતા. ત્યારે બાબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.