આજે અમદાવાદમાં યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર! ઓગણજ ખાતે નહીં પરંતુ આ જગ્યા પર લાગશે દિવ્ય દરબાર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-30 09:27:21

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના અનેક શહેરોમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. સુરત ખાતે દિવ્ય દરબારનું આયોજન થયું હતું. જે બાદ અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર 29મે અને 30મેના રોજ યોજાવાનો હતો. પરંતુ રવિવારે વરસેલા વરસાદને કારણે અમદાવાદના ઓગણજ ખાતે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે રદ્દ કરાયો હતો. એવું લાગતું હતું કે અમદાવાદ ખાતે બાબાનો દિવ્ય દરબાર નહીં યોજાય. એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે ગાંધીનગર ખાતે તેમનો દિવ્ય દરબાર ભરાઈ શકે છે. પરંતુ આતુરતાનો અને અટકળોનો અંત આવ્યો છે. અમદાવાદના વટવા ખાતે બાબાનો દિવ્ય દરબાર આજે યોજાવાનો છે.મળતી માહિતી અનુસાર 30મેના રોજ સાંજે 5થી 7 વાગ્યાના સમયગાળા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવાનો છે. 


વરસાદને કારણે રદ્દ કરાયો હતો બાબાનો દિવ્ય દરબાર!

સુરત ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે 29 અને 30મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો હતો પરંતુ 29મેના રોજ દિવ્ય દરબારના કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો હતો. ઓગણજ ખાતે દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ રવિવારે પડેલા વરસાદને કારણે ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે કાર્યક્રમને કેન્સલ કરવામાં આવ્યો હતો. દરબાર રદ્દ થતાં ભક્તોમાં નિરાશા વ્યાપી ઉઠી હતી. એવું લાગતું હતું કે અમદાવાદ ખાતે તેમનો દિવ્ય દરબાર નહીં યોજાય પરંતુ વટવા ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. 


વટવાના શ્રીરામ મેદાન ખાતે ભરાશે દિવ્ય દરબાર!

ઓગણજ પહેલા ચાણક્યપુરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે પરમિશન આપી ન હતી. જેને લઈ કાર્યક્રમનું સ્થળ બદલી ઓગણજ કરવામાં આવ્યું હતું. પરંતુ ઓગણજ ખાતે પણ દિવ્ય દરબારનું આયોજન નથી થવાનું અને વટવા ખાતે દિવ્ય દરબાર ભરાવાનો છે. વટવાના શ્રીરામ મેદાન ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. 


મોર સાથે નૃત્ય કરતા બાબાનો વીડિયો વાયરલ!

અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાય તે પહેલા બાબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાબા મોર સાથે નૃત્ય કરતા દેખાય છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મોર પણ કળા કરતો દેખાય છે જ્યારે બાબા પણ હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે. મોરની સાથે ઢેલ પણ દેખાય છે. આ વીડિયોને લઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આ વીડિયો વિશે તમારૂ શું માનવું છે? 

   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...