ગુજરાતના અનેક શહેરોમાં બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ, રાજકોટ તેમજ સુરત ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં દિવ્ય દરબાર 26 અને 27 મેના આયોજીત કરવામાં આવ્યો છે. 25 મેના રોજ અમદાવાદ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી શિવ કથામાં ભાગ લેવા આવવાના છે. જે બાદ તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અમદાવાદમાં 29 અને 30 મેના રોજ ચાણક્યપુરી ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે. રાજકોટમાં પણ તેમના દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ ખાતે પહેલી જૂન અને બે જૂનના રોજ દિવ્ય દરબાર યોજાવાનો છે.
ગુજરાતમાં લાગશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર!
દેશમાં છેલ્લા ઘણા સમયથી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. અનેક વખત બાબા વિવાદોમાં પણ આવ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાં તેમનો દિવ્ય દરબાર આયોજીત થઈ ચૂક્યો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ગુજરાતમાં યોજાવાનો છે. ગુજરાતના અનેક શહેરોમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે દિવ્ય દરબાર થવાનો છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવા ગદા કરાઈ તૈયાર!
સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર 26 અને 27મેના રોજ યોજાવાનો છે જેને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ચાંદીની ગદા ભેટમાં આપવામાં આવશે. સુરતના લોકો તરફથી તેમને આ ભેટ આપવામાં આવવાની છે. સુરતના ઉદ્યોગપતિ દ્વારા આ ગદા તૈયાર કરાવામાં આવી છે. સાંકેત ગ્રુપના માલિક દ્વારા આ ગદા તૈયાર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો દરબારમાં ભાગ લેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
(બાબાને આપવા માટે તૈયાર કરાઈ ગદા)
અમદાવાદમાં પણ લાગશે બાબાનો દિવ્ય દરબાર!
ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરત બાદ અમદાવાદમાં યોજાવાનો છે. દરબારને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં 29 મે અને 30 મેના રોજ ચાણક્યપુરી ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે. રાઘવ ફાર્મ ખાતે દરબાર ભરાવાનો છે. સાંજના પાંચ વાગ્યાથી દિવ્ય દરબાર ભરાશે. અમદાવાદ બાદ રાજકોટમાં પણ બાબાનો દિવ્ય દરબાર ભરાવવાનો છે. પહેલી અને બીજી જૂનના રોજ રાજકોટ ખાતે બાબા પધરામણી કરવાના છે. બાબાના દરબારને લઈ રાજકોટ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. રાજકોટ ખાતે થવાના કાર્યક્રમ દરમિયાન સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. એક અનુમાન અનુસાર બાબાના દિવ્ય દરબારમાં એક લાખથી વધુ લોકો ઉમટી શકે છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતના પ્રવાસે ધીરેન્દ્ર શાસ્ત્રી આવે તે પહેલા જ તેમને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતના પ્રવાસે આવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.