બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતના પાગલો કેમ છો તેવું કહ્યું હતું. ત્યારે ફરી એક વખત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના નિવદેનને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે પરણિત મહિલાઓ માટે નિવેદન આપ્યું છે.
અનેક વખત ધીરેન્દ્ર શાસ્ત્રી આપતા હોય છે વિવાદીત નિવેદન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે 'જો કોઈ મહિલા પરિણીત હોય તો તેની બે ઓળખ હોય છે - માંગનું સિંદૂર, ગળામાં મંગળસૂત્ર. ખેર, કહી દઉં કે માંગનું સિંદૂર ભરાયું નથી, ગળામાં મંગળસૂત્ર ન હોય તો શું વિચારીએ ભાઈ, આ પ્લોટ હજુ ખાલી છે.' પોતાની કથા દરમિયાન અનેક વખત વિવાદિત નિવેદન તેઓ આપતા હોય છે. તાજેતરમાં તેમની કથા ગ્રેટર નોઈડામાં ચાલી રહી છે. ભક્તોને જ્યારે તે ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે બાબાએ હળવા અંદાજમાં હસતાં હસતાં પરિણીત મહિલાઓ માટે આવું નિવેદન આપ્યું.
કથામાં બેઠેલી મહિલાઓ પણ મંદ મંદ હસી રહી હતી!
આપણી સૌથી ગંભીર ખામી એ છે કે જ્યાં સુધી પાણી માથાને ન વટાવી જાય ત્યાં સુધી આપણે કોઈ પ્રતિક્રિયા આપતા નથી. આ વખતે પણ એવું જ કંઈ થયું. સૌથી ગંભીર બાબત તો એ હતી કે જ્યારે બાબાએ આ નિવેદન આપ્યું ત્યારે ત્યાં બેઠેલી મહિલાઓ મંદ મંદ હસી રહી હતી. બાબાના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ નિવેદનનો સખ્ખત વિરોધ થઈ રહ્યો છે. પણ આ કોઈ પહેલું એવું નિવેદન નથી જેમાં બાબાએ કોઈને ઉતારી પડ્યા હોય કે મજાક કર્યો હોય આપણને યાદ છે કે બાબા જ્યારે ગુજરાત આવ્યા ત્યારે સૌથી પહેલા એવું સંબોધન કર્યું કે કેમ છો ગુજરાતના પાગલો અને લોકોએ એ વાતને પણ હળવાશથી લીધી હતી
સપા નેતાએ કહ્યું - બાબા છે કે ટપોરી?
એટલું જ નહીં સપા નેતા સ્વામી પ્રસાદ મોર્યએ તો પ્રતિક્રિયા આપતી વખતે આખો લેખ લખી દીધો. સ્વામી પ્રસાદે લખ્યું કે આ બાગેશ્વરના બાબા છે કે,ટપોરી? જે સ્ત્રી પ્રત્યે આટલી નીચી અને ગંદી ભાષા વાપરે છે અને કહે છે કે "જે સ્ત્રીની માંગણીમાં સિંદૂર અને મંગળસૂત્ર છે તેના ગળામાં લટકાવેલું છે, તો આપણે સમજીએ છીએ કે તેની રજિસ્ટ્રી થઈ ગઈ છે. જે સ્ત્રીની માંગમાં સિંદૂર નથી, ગળામાં મંગળસૂત્ર પહેર્યું નથી, તો લાગે છે કે આ પ્લોટ ખાલી છે. બાબાનું આ સસ્તું નિવેદન દેશની તમામ મહિલાઓનું ઘોર અપમાન છે, હું તેની નિંદા કરું છું અને આ નિવેદન પર સંતો, સાધુઓ, પૂજારીઓનું મૌન વધુ નિંદનીય છે.જેમની જીભ પર તાળાં હજુ પણ બંધ છે તેઓ સ્ત્રીઓના સન્માનમાં બોલવાની હિંમત નથી દાખવી શકતા.શું આ ઋષિ-મુનિઓનું ચરિત્ર છે?
અનેક લોકોની પ્રતિક્રિયા આવી સામે
આ વીડિયો વાયરલ થયા બાદ લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યુઝર્સે આ વિડિયો શેર કરતાં લખ્યું કે કેવો વિચારવાળા બાબા! "સિંદૂર અને મંગળસૂત્ર વિનાની સ્ત્રી વિશે આપણે શું વિચારીએ છીએ કે 'પ્લોટ' હજી ખાલી છે"આવા બાબાઓના પ્રાયોજકો પણ મહિલાઓ પ્રત્યે આ વિચાર ધરાવે છે? અનેક મહિલાઓએ બાબાના આ નિવેદન બાદ રોષ વ્યક્ત કર્યો છે. સુજાતા નામની મહિલાએ લખ્યું છે કે અમારે એ પણ શોધવાનું છે કે કયા પ્લોટ ખાલી છે. તમે પણ મંગળસૂત્ર પહેરો અને તમારી માંગ ભરો. અરે, ચોર બાબા બની ગયો. આપણે સ્ત્રીઓ જે સમાજમાં રહીએ છીએ તેના માટે શરમ આવે છે. ખરેખર કમનસીબ.