બાબા બાગેશ્વરે મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, અંબાજીમાં બાબાને આવકારવા ઉમટ્યા સેંકડો લોકો


  • Published By :
  • Published Date : 2023-05-28 15:34:56

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે બાબાનો ગુજરાતમાં ચોથો દિવસ છે, બાબા બાગેશ્વર તરીકે પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવ્યા બાદ મા અંબાનાં દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા હતા. બાબા બાગેશ્વરે આજે જગતજનની મા અંબાનાં અંબાનાં દર્શન કરી બપોરની આરતીમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગર્ભગૃહમાં માતાજીની પૂજા-અર્ચના કરી હતી. બાબા આજે સવારે હેલિકૉપ્ટર મારફતે અંબાજી પહોંચ્યા હતા.


બાબા બાગેશ્વરને આવકારવા ઉમટ્યા લોકો


બાબા બાગેશ્વરના આગમનને લઈને અંબાજી મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોએ 'જય શ્રી રામ'નારા લગાવ્યા હતા. માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી ઇસ્કોન અંબે વેલી ખાતે પહોંચ્યા છે. અંબે વેલીમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં વિશ્રામ કર્યા બાદ તેઓ અમદાવાદ માટે રવાના થશે. સાંજે 5 વાગ્યે ધીરેન્દ્ર શાસ્ત્રી ઝુંડાલના કાર્યક્રમમાં જશે. ધીરેન્દ્ર શાસ્ત્રી કોટક હાઉસમાં રાત્રી રોકાણ કરશે.


અંબાજીમાં જડબેસલાક સુરક્ષા


મા અંબાનાં દર્શન માટે અંબાજી પહોંચેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા માટે જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હતી. બાબા બાગેશ્વર હેલિકોપ્ટર મારફતે આજે અંબાજી પહોંચ્યા હતાં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંબાજી દર્શનાર્થે આવવાના હોવાથી અંબાજી મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા તૈયારીઓ કરાઈ હતી. અંબાજી મંદિરના VIP રોડને અમુક સમય માટે બંધ કરી દેવાયો હતો. તો સમગ્ર અંબાજીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો પોલીસ દ્વારા બેરિકેડ મૂકીને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?