આપણા હિન્દુ ધર્મમાં નદીઓને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે.. આપણે નદીને માતા કહીએ છીએ.. ગંગા નદીનો આપણે ત્યાં વિશેષ મહિમા છે.. ગંગા નદીને આપણે ત્યાં પાપનાશીની કહેવામાં આવે છે.. એવું માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. આજે ગંગા સપ્તમી છે.. આપણા ધર્મમાં ગંગા સપ્તમીનું વિશેષ મહત્વ છે.. વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં આવતી સપ્તમીને ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે.. આ દિવસે ગંગાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે..
ગંગા દેવીને પાર્વતી માતાની બહેન માનવામાં આવે છે
હિંદુ શાસ્ત્રો અનુસાર ગંગા નદી ઉતર્યા હતા આ દિવસે... શાસ્ત્રો અનુસાર દેવી ગંગા પહેલીવાર દશેરાના દિવસે ધરતી પર ઉતર્યા હતા પરંતુ ઋષિ જહ્નુ નદીનું પાણી બધુ પી ગયા. ત્યારે ભગીરથે તેમજ દેવતાઓએ ગંગાને છોડવા માટે વિનંતી કરી.. અને આ રીતે દેવી ગંગાનું અવતરણ પૃથ્વી પર થયું.. દેવી ગંગાને માતા પાર્વતીની બહેન પણ માનવામાં આવે છે.. ગંગા પર્વત રાજા હિમવન અને મૈનાની પુત્રી છે, અને માતા ગંગા દેવી પાર્વતીની બહેન છે.
શું છે પૌરાણીક કથા?
બીજી એક કથા અનુસાર રાજા ભગીરથે પોતાના પૂર્વજોને પાપોમાંથી મુક્ત કરવા માટે બ્રહ્માજીનું કઠોર તપ કર્યું.. બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમણે આશ્વાસન આપ્યું કે ગાંગા નદી ભૂ લોક પર આવશે.. ભગીરથજીના પૂર્વજોને શાંતિ મળશે. ગંગા નદીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ભગવાન શંકરની પૂજા કરવા માટે ભગીરથજીને કહેવામાં આવ્યું કારણ કે જો ગંગા નદી સીધી રીતે ભૂ લોક પર આવી જાય તો વિનાશ સર્જાઈ જાય.. માટે ભગીરથજી ભગવાન શંકરની પૂજા કરે છે અને તેમની પૂજાથી શંકર ભગવાન પ્રસન્ન થાય છે. અને તે ગંગાજીનો પ્રવાહ પોતાની જટામાં સમાઈ લે છે. અને તે બાદ ગંગા નદીનું અવતરણ પૃથ્વી પર થાય છે.. અને એટલા માટે જ ગંગા નદીને ભાગીરથી તરીકે ઓખળવામાં આવે છે..
ગંગા સ્નાન કરવાનો હોય છે વિશેષ મહિમા
ગંગા સપ્તમીના દિવસે માતા ગંગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગંગા નદીમાં સ્નાન કરવાનો પણ વિશેષ મહિમા છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી જીવનના સમસ્ત પાપથી છુટકારો મળે છે. અને જીવનમાં માન, સન્માન અને યશની પ્રાપ્તિ થાય છે. આપ સર્વેને ગંગા સપ્તમીની હાર્દિક શુભકામના...
(નોંધ - અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)