Dharm - હિંદુ ધર્મમાં તિલકને કેમ આપવામાં આવ્યું છે આટલું મહત્વ? તિલક કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ શું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-29 14:08:28

આપણે ત્યાં જ્યારે પણ કોઈ પૂજા અથવા ધાર્મિક પ્રસંગો દરમિયાન તિલક કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો કંકુ, ચંદન અથવા તો હળદરનું તિલક કરતા હોય છે. ત્યારે બંને આઈબ્રો વચ્ચે ચાંદલો કરવા પાછળનું કારણ તો આપણે જાણીયે છીએ . ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.  


શું છે તિલક કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ?

આપણે કોઈ પણ મંદિરે જઈએ છીએ ત્યારે ચાંદલો અવશ્ય કરતા હોઈએ છીએ. ઘરની બહાર જતા પહેલા પણ તિલક કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટ્રિએ તેનું મહત્વ તો રહેલું છે પરંતુ તિલક કરવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણ પણ છૂપાયેલું છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક કરવાથી એકાગ્રતા વધે છે. ઉપરાંત મનને શાંતિ પણ મળે છે. ચંદનનું તિલક કરવાથી શાંતિ મળે છે. કેસર-ચંદનનું તિલક કરવાથી વિચક્ષણ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમજ હળદરનું તિલક કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઉપરાંત અનેક લોકો ભસ્મનું તિલક પણ કરે છે. ભસ્મ તિલક કરવાથી નિર્મોહીપણું આવે છે જ્યારે કંકુનું તિલક કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.


કઈ આંગળીથી કરવું જોઈએ તિલક?

ચાંદલાનું તો મહત્વ રહેલું છે પરંતુ કંઈ આંગળીથી કરવામાં આવે છે તેનું પણ મહત્વ રહેલું છે. અનામિકા આંગળીથી તિલક કરવાથી મનને શાંતિ મળે છે. મધ્યમા આંગળીથી તિલક કરવાથી આયુષ્ય વધે છે. અંગુઠાથી તિલક પુષ્ટિ દાયક હોય છે. તર્જની આંગળીથી તિલક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચાંદલો કર્યા પછી અક્ષત લગાડવામાં આવે છે તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે. અક્ષતને શ્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. અક્ષતને ચોખા પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ચોખાને શુદ્ધ અનાજ માનવામાં આવે છે. દેવી-દેવતાઓને પણ અક્ષત અર્પણ કરવામાં આવે છે. ચોખાને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચોખા લગાડવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. તિલકને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. 



પપ્પા... આ શબ્દ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આંખમાં એક અલગ ચમક આવી જાય છે... આપણે ત્યાં માતા માટે જેટલું લખાયું છે તેટલું પિતા માટે નથી લખાયું... પપ્પા પરિવારનું બુલેટ ફ્રૂફ જેકેટ હોય છે જે પરિવારને બધા સંકટોથી દૂર રાખે છે.

મધ્યપ્રદેશના ખંડવામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે... મશાલ યાત્રાના સમાપન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે... આ દુર્ઘટના ગુરૂવારે મોડી રાત્રે બની હતી...

ઠંડીનો અહેસાસ વહેલી સવારે તેમજ મોડી રાત્રે ધીરે ધીરે થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે ઉનાળાની ગરમી હોય તેવો થોડો થોડો અહેસાસ થઈ રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ મહત્તમ તાપમાનમાં બહુ ઘટાડો નોંધાયો નથી..

કહેવાય છે કે સપના જોયા વગર કંઈ પણ સંભવ નથી.. સપના મોટા હશે તો સિદ્ધિ પણ મોટી હાંસલ થશે... હિંમત રાખવાથી આગળ વધાય છે... બે ડગલા આગળ વધીએ તો આનંદ થાય પરંતુ કોઈ વખત એવું પણ બને કે ચાર ડગલા પાછળ પણ જવું પડે છે.