આપણા ધર્મમાં દેવી દેવતાઓની પૂજાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. વિવિધ દેવી દેવતાઓની પૂજા માટે એક વિશેષ તિથી આપણા ધર્મમાં જણાવવામાં આવી છે. જેમ ચોથ ભગવાન ગણેશને સમર્પિત હોય છે, અગિયારસ ભગવાન વિષ્ણુને, આઠમ માતાજીને સમર્પિત હોય છે તેમ મહાસુદ પાંચમ વિદ્યાની દેવી માતા સરસ્વતીને સમર્પિત હોય છે. આ દિવસને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
વસંત પંચમીના દિવસે થાય છે માતા સરસ્વતીની પૂજા
હિન્દુ ધર્મ અનુસાર આપણે ત્યાં ત્રિગુણાત્મિકા દેવીની પૂજા, આરાધના કરવામાં આવે છે, શક્તિ માટે ભક્તો માતા કાળીની પૂજા કરતા હોય છે, ધન માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જ્યારે વિદ્યા માટે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવી છે. માતા સરસ્વતીને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. વિદ્યાર્થીઓએ આ દિવસે શક્ય હોય તો માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. માતા સરસ્વતીની કૃપાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક ગ્રંથોમાં દેવી સરસ્વતીની પૂજાને ધણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
પીળા વસ્ત્ર ધારણ કરવાથી મળે છે માતા સરસ્વતીના આશીર્વાદ
માતા સરસ્વતીની પૂજા કરતી વખતે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. પીળા વસ્ત્રો પહેરવાથી એવું માનવામાં આવે છે કે માતાની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. પીળા વસ્ત્રધારણ કરી પૂજા આરાધના કરવાથી વિદ્યાર્થીને વિશેષ લાભ મળે છે. વસંત પંચમીના દિવસે અનેક લોકો લગ્ન કરતા હોય છે કારણ કે આ વસંત પંચમીને વણજોયું મૂહર્ત ગણાય છે. કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરવો હોય તો આ દિવસે કરી શકાય છે. આ દિવસે કોઈ મુહુર્ત જોવાની જરૂર રહેતી નથી. વસંત ઋતુ દરમિયાન પ્રકૃતિ પણ ખીલેલી હોય છે. કૃષ્ણ ભગવાન પોતે કહ્યું છે કે ઋતુમાં હું વસંત છું....
(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)