Dharm - આજે નવરાત્રીનો સાતમો દિવસ, સાતમા નોરતે થાય છે માતા કાલરાત્રિની પૂજા, જાણો કયું નૈવેદ્ય માતાજીને કરવું જોઈએ અર્પણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-09 13:07:58

કાલરાત્રિ નવ દુર્ગાનું સાતમુ રૂપ છે.. નવ દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે માતા કાલરાત્રિ... નવરાત્રી દરમિયાન નવ દુર્ગા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા નોરતે માતા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે... એવું માનવામાં આવે છે કે માતાજીના આ સ્વરૂપની આરાધના કરવાથી ભક્તના તમામ કષ્ટોનો નાશ થાય છે. ભક્તના તમામ કષ્ટો માતાજી દૂર કરે છે. માતાજીના આ સ્વરૂપને રૌદ્ર રૂપ માનવામાં આવે છે. માતાજીનું આ રૂપ ભલે રૌદ્ર છે પરંતુ ભક્તો માટે કલ્યાણકારી છે... 

શા માટે માતાજી કહેવાયા કાલરાત્રિ? 

નવરાત્રીના દિવસો દરમિયાન નવ દુર્ગાની આરાધના થાય છે. નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતાની આરાધના કરવામાં આવે છે. માતાજીના આ રૂપને રૌદ્ર રૂપ માનવામાં આવે છે. માતાજીના ઉત્પત્તિની વાત કરીએ તો એવું માનયતા અનુસાર માતા પાર્વતીએ દુષ્ટોનો નાશ કરવા માટે આ રૂપ ધારણ કર્યું હતું, દૈત્ય શુંભ, નિશુંભ તેમજ રક્તબીજનો વધ કરવા માટે માતાજીએ આ રૂપ લીધું હતું. રાત્રીના અંધકાર જેવો તેમનો વર્ણ હોવાને કારણે તેમને કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. 

કયા મંત્રથી કરવો જોઈએ માતાજીનો જાપ? 

માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતા ગદર્ભ એટલે ગધેડાની સવારી કરે છે. તેઓ ત્રિનેત્રધારી છે, માતાજીને ચારભૂજાઓ છે. એક હાથમાં માતાજીએ ખડગ, બીજા હાથમાં માતાજીએ લોખંડનું શસ્ત્ર ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં માતાજીએ અભય મુદ્રા ધારણ કરી છે જ્યારે ચોથા હાથથી માતાજી ભક્તોને આશીર્વાદ આપે છે. પ્રત્યેક દેવીને સમર્પિત મંત્ર હોય છે. જો એ મંત્રનો જાપ કરવામાં આવે તો માતાજી જલ્દી પ્રસન્ન થાય છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.. કાલરાત્રિ માતાના મંત્ર આ પ્રમાણે છે - 




एकवेणी जपाकर्णपूरा नग्रा खरास्थिता, 


लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, 


वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयड्करी||




સાતમાં દિવસે આ નૈવેદ્ય કરવો જોઈએ અર્પણ

જો આ મંત્રનું ઉચ્ચારણ શક્ય ના હોય તો માતાના બીજમંત્રનો જાપ કરવો જોઈએ... ઓમ્ એં હ્રીં ક્લીં કાલરાત્રૈ નમ:. નવરાત્રી દરમિયાન માતાજી સમક્ષ દિવસ પ્રમાણે પ્રસાદ, નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. અલગ અલગ પ્રસાદ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રીના સાતમા નોરતે ગોળનો પ્રસાદ માતાજીને અર્પણ કરવો જોઈએ...




(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે) 



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..