Dharm - શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર, સોમનાથ મંદિરમાં ભક્તોની ઉમટી ભીડ, આ સ્તોત્રથી કરવી જોઈએ ભગવાન શિવની આરાધના..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-12 14:05:28

દેવાધિ દેવ મહાદેવને પ્રિય એવો શ્રાવણ મહિનાનો પ્રારંભ ગયા સોમવારથી થઈ ગયો છે.. શ્રાવણ મહિનામાં ભોળેનાથની પૂજા કરવાનો વિશેષ મહિમા હોય છે. આખા મહિના દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે પરંતુ શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું પણ વિશેષ મહત્વ રહેલું છે. કોઈ વ્યક્તિ આખો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે છે તો કોઈ શ્રાવણ મહિનાનો સોમવાર કરે છે. શ્રાવણ મહિના દરમિયાન મહાદેવના મંદિર કરવા દર્શનાર્થીઓની ભીડ ઉમટતી હોય છે. ગુજરાતમાં આવેલા જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

સોમનાથ જ્યોતિર્લિગમાં ઉમટી ભક્તોની ભીડ

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.. વહેલી સવારથી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવે છે.. જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. મંદિરના પરિસરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તોનો મહાસાગર મંદિરમાં જોવા મળી રહ્યો છે. આ સ્તોત્રથી ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ... આ સ્તોત્ર છે શિવપંચાક્ષર સ્તોત્ર... આના સિવાય અનેક એવા સ્તોત્ર છે જેના દ્વારા તમે ભોળાનાથની આરાધના કરી શકો છો..     



नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय।

नित्याय शुद्धाय दिगम्बराय तस्मै 'न' काराय नमः शिवाय॥१॥


 मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथमहेश्वराय।

मन्दारपुष्पबहुपुष्पसुपूजिताय तस्मै 'म' काराय नमः शिवाय॥२॥


शिवाय गौरीवदनाब्जवृन्द‐सूर्याय दक्षाध्वरनाशकाय।

श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै 'शि' काराय नमः शिवाय॥३॥ 


वसिष्ठकुम्भोद्भवगौतमार्य‐मुनीन्द्रदेवार्चितशेखराय

चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै 'व' काराय नमः शिवाय॥४॥


यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय

दिव्याय देवाय दिगम्बराय तस्मै 'य' काराय नमः शिवाय॥५॥


पञ्चाक्षरमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ।

शिवलोकमवाप्नोति शिवेन सह मोदते॥


इति श्रीमच्छंकराचार्यविरचितं शिवपञ्चाक्षरस्त्रोतं सम्पूर्णम्।



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?