ભક્તની રક્ષા કરવા માટે, મનુષ્યોની રક્ષા કરવા માટે ભગવાને અલગ અલગ સ્વરૂપો, અવતારો ધારણ કર્યા છે. ભગવાન નારાયણે અનેક અવતારો લીધા છે ત્યારે આજે વાત કરવી છે ભગવાનના નૃસિંહ અવતારની. કારણ કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિને નૃસિંહ જયંતી તરીકે મનાવવમાાં આવે છે.. નૃસિંહ ભગવાનનું અડધું શરીર નરનું હતું અને અડધું શરીર સિંહનું હતું. ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે અને હિરણ્યકશિપુનો વધ કરવા માટે તેમણે આવું રૂપ ધારણ કર્યું હતું..
પ્રહલાદ માટે થાંભલામાંથી પ્રગટ થયા ભગવાન નારાયણ
ભક્તિ કરતી વખતે દિલમાં સાચી શ્રદ્ધા અને ભાવ હોવો જોઈએ.. ઈશ્વર મારી સાથે જ છે તેવું જો આપણે માનીશું તો ઈશ્વર આપણી સાથે રહેશે! આપણાં શાસ્ત્રોમાં અવતારોનું વર્ણન મળી આવે છે. ઈશ્વર આપણને પોતાના સંતાન માને છે અને બાળક રૂપી ભક્તનું રક્ષણ કરવા માટે ભગવાન કોઈ પણ અવતાર ધારણ કરી શકે છે.. ભક્ત પ્રહલાદને થાંભલામાં પણ ભગવાન દેખાયા, ભક્તની લાજ રાખવા માટે ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા..
ઘોર તપ કરી બ્રહ્માજીને કર્યા પ્રસન્ન
ધાર્મિક શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજીનું કઠોર તપ કર્યું હિરણ્યકશિપુએ.. પ્રસન્ન થઈ બ્રહ્માજીએ વરદાન માગવાનું કહ્યું.. વરદાનમાં તેણે માગ્યું કે માનવ, પશુ, દેવતા, દૈત્ય કે કોઈપણ જીવ થકી અથવા અસ્ત્ર શસ્ત્ર થી મારું મૃત્યુ ન થાય. ઘર કે બહાર, દિવસ કે રાત, પૃથ્વી આકાશ કયાંય હું ન મરું. ભગવાને વરદાન આપ્યું.. હિરણ્યકશિપુને લાગ્યું તે અમર થઈ ગયો અને તેણે દુરાચાર કરવાનું વધારે શરૂ કરી દીધું. હિરણયકશિપુનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો.
થાંભલાને ફરતે અગ્નિ પ્રગટાવી અને...
ભગવાનના નામનું ગુણગાન તે ગાયા કરતો.. ત્યારે ગુસ્સામાં આવીને હિરણ્યકશિપુએ એક લોખંડના થાંભલાની ફરતે પ્રચંડ અગ્નિ સળગાવીને તે થાંભલો ધગધગતો લાલઘુમ બનાવ્યો અને પોતાના દીકરાને કહ્યું કે જૉ આ થાંભલામાં તારો ભગવાન હોય તો તું આ થાંભલાને તું ગળે લાગ.. પ્રહલાદે થાંભલાને બાથ ભરી અને થાંભલામાંથી ભયંકર અવાજ આવ્યો અને થાંભલામાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા..
પોતાના નખથી નૃસિંહ ભગવાને કર્યો હિરણ્યકશિપુનો વધ
ભગવાન નૃસિંહે હિરણ્યકશિપુને ખોળામાં લઈને ઉંબરા પર બેસી ગયા. ઉંબરામાં વચ્ચોવચ બેસી ગયા એટલે ના ઘરની અંદર ના તો ઘરની બહાર.. બીજું વરદાન એ હતું કે ના કોઈ શસ્ત્રથી ના તો કોઈ અસ્ત્રથી તેનું મૃત્યુ થાય ત્યારે ભગવાને તેને મારવા માટે પોતાના નખનો ઉપયોગ કર્યો.. ના તો માનવે ના તો પશુથી તેનું મૃત્યુ થાય તેવું વરદાન માગ્યું હતું એટલે ભગવાને નૃસિંહ રૂપ ધારણ કર્યું..
તમામ કષ્ટોમાંથી મળે છે મુક્તિ!
ભગવાન નૃસિંહની પૂજા કરવાથી સાધકના દરેક કષ્ટ દૂર થાય છે. ભગવાનનો આ અવતાર મનમાંથી તમામ ભય દૂર કરે છે. આ સ્વરૂપની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે. ભગવાન નૃસિંહની પૂજા આ મંત્રથી કરવી જોઈએ.. ॐ क्ष्रौं नमो भगवते नरसिंहाय.. આપ સૌને નૃસિંહ જયંતીની હાર્કિદ શુભકામના..
(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે... )