આપણે ત્યાં અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ દેવોની પૂજા કરવામાં આવે છે. સોમવારે મહાદેવજીની પૂજા કરવામાં આવે છે. અને એમાં પણ જો શ્રાવણ મહિનો હોય ત્યારે તો મહાદેવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શંકરને તેમની પ્રિય વસ્તુ અર્પણ કરવામાં આવતી હોય છે. આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. શિવાલયોમાં મહાદેવજીની વિશેષ પૂજા કરવામાં આવશે. ભસ્મ, રૂદ્રાક્ષ, ડમરૂ જેવી અનેક વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. તેમાં પણ ભગવાન શંકરને બીલીપત્ર અતિશય પ્રિય માનવામાં આવે છે. બીલીપત્ર અર્પણ કરવાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે.
આ મંત્રથી મહાદેવજીને બીલીપત્ર કરવી જોઈએ અર્પણ
હિંદુ ધર્મમાં બીલીપત્રના ઝાડને વિશેષ મહત્વ આપવામાં આવે છે. બીલીપત્રને ત્રણ પાંદડા હોય છે. બીલીપત્ર વગર ભગવાન શંકરની પૂજા અધૂરી ગણવામાં આવે છે. 3 પત્તા હોવાને કારણે તેને ત્રિમૂર્તિનું પ્રતિક માનવામાં આવે છે. પૂજા દરમિયાન આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. સર્વકામ પ્રદે બીલ્વં દારિદ્રયસ્ય પ્રણાશનમ્| બિલ્વાત્પરતરં નાસ્તિ યેન તુષ્યતિ શંકર:||
દરેક પુષ્પને આપણે સીધું અર્પણ કરતા હોઈએ છીએ પરંતુ બીલીપત્રને ઉંધું ચઢાવવામાં આવે છે.
બીલીપત્રમાં ત્રણેય દેવતાનો વાસ હોવાની માન્યતા!
બીલીપત્રમાં ત્રણ દળ હોય છે જેને સત્વ, રજસ અને તમો ગુણનું પ્રતિક માનવામાં આવે છે. આ ગુણોને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ગણવામાં આવ્યા છે. બ્રહ્મા સંસારનું સર્જન કરે છે, વિષ્ણુ ભગવાન વિશ્વનું પાલન કરે છે જ્યારે ભગવાન શિવ સંસારનો નાશ કરે છે. એવું માનવામાં આવે છે કે બીલીપત્રમાં ત્રણેય દેવતાઓનો વાસ હોય છે.
મહાદેવજીને અભિષેક પણ છે પ્રિય
અનેક લોકો ભગવાન શંકરને બીલીપત્ર અર્પણ કરતા હોય છે. તો અનેક ભક્ત સોમવારના દિવસે બીલીપત્ર અર્પણ કરે છે. બીલીપત્રની સાથે સાથે દૂધ તેમજ મધનો અભિષેક પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને મનોવાંચ્છિત ફળ આપે છે. શ્રાવણ મહિનાને મહાદેવજીનો મહિનો ગણવામાં આવે છે. આખા શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શંકરની વિશેષ ભક્તિ કરવામાં આવે છે. બીલીપત્રનો શણગાર કરવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં વિશેષરૂપથી મહાદેવજીને અર્પણ થાય છે બીલીપત્ર
શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકરને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે. આપણે ત્યાં ચાલતી પરંપરા પાછળ વૈજ્ઞાનિક કારણ છૂપાયેલું હોય છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસ દરમિયાન બીમારીઓ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય છે. ત્યારે બીલીપત્રનો સ્પર્શ કરવાથી જીવાણું દૂર રહે છે. ઉપરાંત બીલીપત્રનો ઉપયોગ રસાયણ બનાવામાં પણ થતો હોય છે. વિષનાશનનો ગુણ ધર્મ બિલીપત્રમાં હોય છે. આયુર્વેદમાં પણ બીલીપત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.