આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે... નવરાત્રીના છઠ્ઠા નોરતે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે.. માતા કાત્યાયની નવ દુર્ગાનું છઠ્ઠુ રૂપ છે... ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા કાત્યાયનીની સૌથી પહેલી વખત ઉપાસના મહર્ષિ કાત્યાયને કરી હતી.. મહિષાસુર રાક્ષસને મારવા માટે અલગ અલગ દેવતાઓએ પોતાની શક્તિઓ ભેગી કરી એક શક્તિ બનાવી... દેવતાઓની શક્તિમાંથી દુર્ગા દેવી પ્રગટ થયા.. તે સમયે ઋષિ કાત્યાયને તેમની સૌથી પહેલા ઉપાસના કરી હોવાને કારણે તેમને કાત્યાયનીના નામથી ઓળખવામાં આવે છે.... દેવી દુર્ગાનું એક નામ કાત્યાયની પણ છે...
માતાજી કેમ ઓળખાયા કાત્યાયનીના નામથી?
તે સિવાય બીજા એક ઉલ્લેખ પ્રમાણે કાત્યાયન ઋષિ દેવી દુર્ગાને પુત્રી તરીકે રાખવા ઈચ્છતા હતા.. આ ઈચ્છા પૂરી કરવા ઋષિએ ઘોર તપ કર્યું અને દેવી પ્રસન્ન થયા.. દેવીએ તેમને ઈચ્છીત વરદાન આપ્યું અને થોડા સમય બાદ દેવીએ કાત્યાયન ઋષિને ત્યાં પુત્રી રૂપે જન્મ લીધો.. કાત્યાયનની પુત્રી હોવાને કારણે તેઓ કાત્યાયની માતા તરીકે ઓળખાયા... એવો પણ ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં મળે છે કે શરીરમાં રહેલા 7 ચક્રોમાંથી દેવી કાત્યાયની આજ્ઞા ચક્રમાં રહે છે.. તેમની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર એક્ટિવ થાય છે...
કેવું છે માતાજીનું સ્વરૂપ?
માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતા કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ તેજસ્વી છે.. દેવીને ચાર હાથ છે.. ઉપરના જમણા હાથમાં માતાજી અભયમુદ્રામાં છે... નીચેના જમણા હાથમાં વરદમુદ્રા છે..તે ઉપરાંત નીચેના ડાબા હાથમાં માતાજીએ તલવાર અને ઉપરના હાથમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે... માતાજી સિંહ પર સવાર છે... માતાજીને પ્રસન્ન કરવાનો આ રહ્યો મંત્ર
चंद्रहासोज्ज्वल करा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद् द्देवी दानवघातिनी॥
દેવી કાત્યાયની જેમણે ચંદ્રહાસ તલવાર અને અનેક આયુધો ચાર હાથોમાં ધારણ કર્યા છે, સિંહ ઉપર સવારી કરનાર, રાક્ષસોનો વધ કરનાર, મારા પર કૃપા વરસાવો.
(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)