Dharm : આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો થશે પ્રારંભ, આ વખતે કયા વાહન પર સવાર થઈ મા જગદંબા પધારશે ધરતી લોક?


  • Published By :
  • Published Date : 2024-04-08 12:27:10

હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવતી હોય છે જેમાં બે નવરાત્રી પ્રચલિત છે અને બે નવરાત્રીને ગુપ્ત નવરાત્રી માનવામાં આવે છે. આવતીકાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય છે તે પ્રમાણે અલગ અલગ વાહનો પર બિરાજમાન થઈ માતાજી ધરતીલોક પર આવે છે... ત્યારે આ વખતે માતાજી ઘોડા પર સવાર થઈ ભૂલોક પર આવશે કારણ કે આ વખતે નવરાત્રી મંગળવારના દિવસથી શરૂ થઈ રહી છે..!


જો નવરાત્રીનો આ દિવસથી થાય પ્રારંભ તો.....  

આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. નવરાત્રીને લઈ મંદિરોમાં વિશેષ પૂજાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. નવલા નોરતા દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરાય છે. નવરાત્રી દરમિયાન માતા સરસ્વતી, માતા લક્ષ્મી તેમજ માતા પાર્વતીની પૂજા કરવાનો મહિમા રહેલો હોય છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે માતાજીનું વાહન સિંહ છે પરંતુ નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય તે દિવસે માતાજી અલગ અલગ વાહન પર બિરાજમાન થઈ ભૂલોક પર આવે છે.. મળતી માહિતી અનુસાર જો નવરાત્રી રવિવાર અથવા તો સોમવારથી શરૂ થતી હોય તો માતાજી હાથી પર સવાર થઈને આવે છે... 


આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો થવાનો છે પ્રારંભ 

જો મંગળવાર કે શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થાય છે તો માતાજી ઘોડા પર સવાર થઈ ધરતી લોક પર આવે છે. જો બુધવારના દિવસથી નવરાત્રીનો આરંભ થાય છે કો માતાજી હોડીમાં સવાર થઈ ધરતી પર આવે છે. જો નવરાત્રીનો પ્રારંભ ગુરૂવાર અથવા તો શુક્રવારથી થતો હોય તો ડોલીમાં બેસી માતાજી ભૂલોક પર આવે છે...  ત્યારે આ વખતે ચૈત્ર નવરાત્રી મંગળવારથી શરૂ થઈ રહી છે માટે માતાજી ઘોડા પર સવાર થઈ ધરતી લોક પર આવશે..



(નોંધ - અહીંયા આપેલી માહિતી માન્યતાઓ પર આધારીત છે) 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે