ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની નિમણૂક કરવામાં આવી છે. આજે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષીક સભાની બેઠક થઈ હતી. આ બેઠકમાં BCCIના પ્રેસિડેન્ટ જય શાહ, ધનરાજ નથવાણી સહિતના ક્રિકેટને લગતા અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વાર્ષીક સભામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા અધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની નિયુક્તિ કરવામાં આવી છે. ધનરાજ નથવાણી વર્ષ 2025 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે. આજની વાર્ષીક સભામાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના નવા પધાધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવી હતી.
શું છે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન એ ગુજરાત રાજ્યમાં ક્રિકેટના વિકાસ અને સંગઠન માટે 10 જિલ્લાઓ અને એક કેન્દ્રશાસિત પ્રદેશની એક પાંખ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ (બુલસર), ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA) એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું કાયમી સભ્ય છે.
આ ગ્રાઉન્ડ GCA હેઠળ આવે છે
અમદાવાદમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સુરતનું સીબી પટેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડયમ, વાપીનું બિલાખિયા સ્ટેડિયમ, સુરતનું લાલભાઈ કોન્ટ્રાક્ટ્રર સ્ટેડિમ અને વલસાડનું સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અંતર્ગત આવે છે. ઉપરના બધા ગ્રાઉન્ડના મેનેજમેન્ટની જવાબદારી અને રણજી ટ્રોફીમાં રમાતા મેચની જવાબદારી જીસીએની રહેતી હોય છે. ધનરાજ નથવાણી અગાઉ જીસીએના વાઈસ પ્રેસિડેન્ટ હતા.